પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે રાજ્ય મંત્રીમંડળ એ ‘જૂથ’નો ભાગ હશે જે 18 નવેમ્બરે પાકિસ્તાનમાં ગુરુદ્વારાનો પ્રવાસ કરશે. ચન્ની ઉપરાંત, કોંગ્રેસના પંજાબ યુનિટના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ, પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પણ કેન્દ્રના આ પગલાંની પ્રશંસા કરી.
ભારતે 24 ઓક્ટોબર, 2019ના પાકિસ્તાન સાથે કરતારપુર કોરિડોર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ, બધા ધર્મોના ભારતીયોને 4.5 કિમી લાંબા માર્ગના માધ્યમથી વર્ષ દરમ્યાન વિઝા મુક્ત યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નવેમ્બર 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન માટે ભક્તોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે
ભક્તો માટે આ જાણકારી બહુ જરૂરી છે કે કરતારપુર કોરિડોરથી યાત્રા કરનારા બધા યાત્રીઓએ 72 કલાકમાં કરાવેલા RT-PCR ટેસ્ટની નેગેટિવ રિપોર્ટ અને વેક્સીન સર્ટિફિકેટ સાથે લઈ જવું અનિવાર્ય હશે. કરતારપુર ગુરુદ્વારામાં પણ પાકિસ્તાનના અન્ય વિસ્તારોની જેમ ત્યાંની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બનશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર