કરતારપુર કોરિડોર માટે પાક મીડિયાએ સિદ્ધુને આપી ક્રેડિટ, સુષ્મા-હરસિમરતની કરી ટીકા

News18 Gujarati
Updated: November 28, 2018, 4:44 PM IST
કરતારપુર કોરિડોર માટે પાક મીડિયાએ સિદ્ધુને આપી ક્રેડિટ, સુષ્મા-હરસિમરતની કરી ટીકા
શું હકિકતમાં સિદ્ધુએ પાકિસ્તાનને કહ્યું પોતાનું બીજું ઘર? - ફેક ટ્વીટરના કારણે સિદ્ધુ આવ્યો ચર્ચામાં

શું હકિકતમાં સિદ્ધુએ પાકિસ્તાનને કહ્યું પોતાનું બીજું ઘર? - ફેક ટ્વીટરના કારણે સિદ્ધુ આવ્યો ચર્ચામાં

  • Share this:
નવી દિલ્હી: પાકિસ્તાની મીડિયામાં પણ કરતારપુર સાહિબ કોરિડોરને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. પાકિસ્તાની મીડિયા તરફથી આ પહેલનો સમગ્ર શ્રેય નવજોતસિંહ સિદ્ધુને આપવામાં આવી રહ્યો છે. જ્યારે ભારત તરફથી મોકલવામાં આવેલા મંત્રી હરસિમરત કૌર તથા અન્ય દળની ટીકા કરવામાં આવી રહી છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જીઓ ન્યૂઝ પર ચર્ચા દરમિયાન બેઠેલા પેનલિસ્ટે કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુ જ્યારે પાકિસ્તાન આવ્યા હતા તેમની અને સેના પ્રમુખ કમર બાજવાની મુલાકાતથી કરતારપુર કોરિડોરની વાત આગળ વધી. સિદ્ધુના કારણે જ આજે આ કોરિડોરનું ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સિદ્ધુ પોતાના પાક પ્રવાસને લઈ પહેલાથી જ વિરોધીઓના નિશાના છે ત્યારે તેમના નકલી ટ્વીટર એન્કાઉન્ટર ઉપરથી કરવામાં આવેલા ટ્વીટે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

'ભારત સરકારે જેમને મોકલ્યા તેમની સાથે સિદ્ધુની લડાઈ'


ન્યૂઝ ચેનલની ચર્ચામાં બેઠેલા એક્સપર્ટે કહ્યું કે ભારત સરકાર તરફથી જે મંત્રીઓને મોકલવામાં આવ્યા છે, તેમનો સિદ્ધુ સાથે લડાઈ ચાલી રહ્યો છે એવામાં ભારતનું આ કાર્યક્રમને લઈ વલણ સમજમાં નથી આવતું.

સુષ્મા ઉપર પણ સાધ્યું નિશાન
જીઓ ન્યૂજની એન્કરનું કહેવું છે કે ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ આજે પાકિસ્તાનની વાતચીતવાળા પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. એન્કરનું કહેવું છે કે સુષ્મા પાકના મુદ્દે ખુલીને નથી કહેતા, બસ આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. જીઓ ન્યૂઝના પેનલમાં બેઠેલા હામીદ મીરે કહ્યું કે, સુષ્મા સ્વરાજ કરતારપુર કોરિડોરને લઈને પોતાનું નિવેદન બદલી રહ્યા છે. પહેલાં તેઓએ કહ્યું હતું કે તેમના સ્થાને ભારત સરકારના અન્ય મંત્રી પાકિસ્તાન આવશે. જ્યારે આજે તેઓ કહી રહ્યા છે કે આ તેમની પર્સનલ વિઝિટ છે.

આ પણ વાંચો, સાર્ક નિમંત્રણ: સુષ્માએ કહ્યું- પાકિસ્તાન પહેલા આતંક રોકે, પછી થશે વાત

કરતારપુર સાહિબ કોરિડોરની ક્રેડિટને લઈને બંને દેશોમાં રાજકારણ

ઉલ્લખેનીય છે કે, કરતારપુર સાહિબ ગુરુદ્વારા ભારત-પાકિસ્તાન બોર્ડરની પાસે આવેલો છે. તે પાકિસ્તાનના ક્ષેત્રમાં બોર્ડરથી 4 કિમી અંદર સ્થિત છે. પાકે ગુરુદ્વારાને લઈને બોર્ડર સુધી કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. કરતારપુર સાહિબ કોરિડોરની ક્રેડિટને લઈને બંને દેશોમાં રાજકારણ ચાલી રહ્યું છે. ભારતમાં આ કોરિડોરનું ભૂમિૂપજન કરવામાં આવી રહ્યું છે બુધવારે પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની હદમાં આ કોરિડોરનું ભૂમિપુજન કર્યું. ક્રોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પણ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાન પહોંચ્યા છે, જ્યાં તેમનું જોરદાર સ્વાગત થઈ રહ્યું છે.

Navjot Singh Sidhu,નવજોતસિંહ સિદ્ધુ
સિદ્ધુના નકલી ટ્વીટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વીટના કારણે સિદ્ધુ ચર્ચામાં આવી ગયો.


શું હકિકતમાં સિદ્ધુએ પાકિસ્તાનને કહ્યું પોતાનું બીજું ઘર?

સિદ્ધુના નકલી એકાઉન્ટથી કરવામાં આવેલા ટ્વીટે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. નકલી ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું, કરતારપુર કોરિડોર ખોલવાના અવસરે પાક સરકારે મને આમંત્રણ આપ્યું છે. હું વડાપ્રધાન ઈમરાન ખાન અને સેના પ્રમુખનો આભારી છું. સમગ્ર શીખ સમુદાય પાકિસ્તાનનો આભારી છે. પાકિસ્તાન મારું બીજું ઘર છે હું આ અવસરે ચોક્કસપણે આવીશ.
First published: November 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading