કરતારપુર કોરિડોર માટે ભારત-પાક. વચ્ચે વાતચીત શરૂ, વાઘા બોર્ડરે મળ્યા ડેલીગેટ્સ

News18 Gujarati
Updated: March 14, 2019, 12:24 PM IST
કરતારપુર કોરિડોર માટે ભારત-પાક. વચ્ચે વાતચીત શરૂ, વાઘા બોર્ડરે મળ્યા ડેલીગેટ્સ
અટારી-વાઘા બોર્ડર પર ભારત-પાક ડેલિગેટ્સની બેઠક ચાલી રહી છે.

ભારત સપ્ટેમ્બર સુધી ડેરા બાબા નાનકમાં 190 કરોડના ખર્ચે યાત્રી ટર્મિનલનું નિર્માણ કરશે, જે 15 હજાર તીર્થયાત્રીકો માટે હશે

  • Share this:
ભારત અને પાકિસ્તાનની વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને ગુરુવારે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠક અટારી-વાઘા બોર્ડર પર ભારતની તરફ હશે. બંને દેશોના પ્રતિનિધિ બેઠક માટે પહોંચી ચૂક્યા છે. બેઠક દરમિયાન બંને દેશ એક સમજૂતીનો મુસદ્દો તૈયાર કરી શકે છે. ભારત સપ્ટેમ્બર સુધી ડેરા બાબા નાનકમાં 190 કરોડના ખર્ચે યાત્રી ટર્મિનલનું નિર્માણ કરશે, જે 15 હજાર તીર્થયાત્રીકો માટે હશે.

બેઠક પહેલા ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું કે તેમાં બંને દેશોના સંબંધોને લઈને કોઈ વાતચીત નહીં થાય. બેઠક માત્ર કરતારપુર કોરિડોરને લઈને હશે.

 આ પહેલા ભારતે પાકિસ્તાની પત્રકારોને વીઝા આપવાનો ઇન્કાર કરી દીધો. ટ્વિટર પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફૈસલે તેની પર કહ્યું કે, અફસોસ છે કે ભારતે કરતારપુર બેઠક માટે પાકિસ્તાની પત્રકારોને વીઝા નથી આપ્યા. ભારતના સૂત્રોએ તેની પર કહ્યું કે આ કોઈ સાર્વજનિક કાર્યક્રમ નથી જેના પ્રચારની જરૂર હોય.આ પણ વાંચો, મસૂદ મુદ્દે ચીનની અવળચંડાઈથી ભડક્યા રાહુલ: જિનપિંગથી ડરે છે PM મોદી, ચૂપ કેમ?

સૂત્રો મુજબ, ભારત એ વાત ઉપર પણ વાંધો ઉઠાવી શકે છે કે પાકિસ્તાને કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબના સાર-સંભાળની જવાબદારી ખાલિસ્તાની સમર્થક અને 1984માં ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટને હાઇજેક કરીને લાહોર લઈ જનારા રણજીતસિંહ ઉર્ફે પિંકાને આપી છે, જે પાકિસ્તાનમાં છુપાઈને બેઠો છે.
First published: March 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading