મુંબઇ: કરણી સેનાએ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીથી બદલો લેવાનો નવો કિમીયો શોધી લીધો છે. કરણી સેના ફિલ્મનો બદલામાં ફિલ્મ બનાવશે. તે પણ સંજય લીલા ભણસાલીની માતા પર આ ફિલ્મ હશે.
રાજપૂત કરણી સેનાએ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની 'પદ્માવત'નો બદલો લેવાનું એલાન કરી લીધુ છે. કરણી સેના હવે ફિલ્મનાં બદલામાં ફિલ્મ બનાવશે. અને આ ફિલ્મ વિશે ગુરૂવારે એટલે કે આજે ચિત્તોડગઢમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. કરણી સેનાએ જિલ્લાધ્યક્ષ સામે આ ફિલ્મનીજાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ 'લીલા કી લીલા' હશે.
ચિત્તોડગઢમાં કરણી સેના ફિલ્મનાં વિરોધમાં સતત પ્રદર્શન કરી રહી હતી. પણ હવે ફિલ્મ રિલીઝ થયા બાદ કરણી સેનાએ જિલ્લાધ્યક્ષ સહિત અન્ય પદાધિકારીઓએ આ જાહેરાત કરી દીધી છે. કરણી સેના અનુસાર, આ ફિલ્મ માટે તેઓએ એક મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
ફિલ્મ નિર્દેશક અરવિંદ વ્યાસનાં ડિરેક્શનમા આ ફિલ્મ બનાવવામાં આવશે. જેની શૂટિંગ રાજસ્થાનનાં અલગ અલગ વિસ્તારમાં થશે. હાલમાં આ ફિલ્મમાં કોણ કોણ એક્ટર હશે તે વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર