Home /News /national-international /કરણી સેનાના નેતા સૂરજપાલ અમ્મૂની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

કરણી સેનાના નેતા સૂરજપાલ અમ્મૂની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

સૂરજપાલ અમ્મૂ (ફાઈલ તસવીર)

અમ્મૂની જ્યુડિશિયલ કસ્ટડી સોમવારે 29 જાન્યુઆરીના રોજ પૂરી થઈ રહી છે. એવામાં પોલીસ આજે તેને કોર્ટમાં રજુ કરીને વધારાના રિમાન્ડની માંગણી કરવાની હતી.

ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવા અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નાક કાપવાની ધમકી આપનાર કરણી સેનાના નેતા સૂરજપાલ અમ્મૂની તબિયત સોમવારે અચાનક બગડી છે. સૂરજપાલ અમ્મૂને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે, અમ્મૂએ સોમવારે સવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં તેમને ગુડગાંડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમ્મૂની જ્યુડિશિયલ કસ્ટડી સોમવારે 29 જાન્યુઆરીના રોજ પૂરી થઈ રહી છે. એવામાં પોલીસ આજે તેને કોર્ટમાં રજુ કરીને વધારાના રિમાન્ડની માંગણી કરવાની હતી.

દીપિકા પાદુકોમ, રણવીરસિંહ અને શાહિદ કપૂરને દર્શાવતી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતના વિરોધને લઈને સૂરજબાપ અમ્મૂ ખૂબ જ વિવાદમાં રહ્યા છે. પદ્માવતના વિરોધમાં સૂરજપાલ અમ્મૂએ ફિલ્મની અભિનેત્રી દીપિકા પાદુકોણનું નાક કાપનારને ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત બાદ બીજેપીએ તેમને બરતરફ કરી દીધા હતા.

નોંધનીય છે કે ધરપકડ પહેલા સૂરજપાલ અમ્મુએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસે તેમને ઘરમાં જ નજરકેદ કરી રાખ્યા છે.

મારી હત્યાનું ષડયંત્રઃ સૂરજપાલ

ગુરુવારે ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા અમ્મૂએ કહ્યું હતું કે તેને ષડયંત્ર કરીને ફસાવવામાં આવી રહ્યા છે તેમજ તેને ડર છે કે તેની હત્યા થઈ શકે છે. બીજી તરફ ચાલુ શો દરમિયાન એક ન્યૂઝ ચેનલની એન્કરને વાંધાજનક નામથી બોલાવવાને લઈને તેની સામે કેન્દ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. સૂરજપાલે ન્યૂઝ ચેનલ પર લાઈવ ડિબેટમાં એન્કરને વાંધાજનક નામનથી બોલાવી હતી, બાદમાં તેણે આ અંગે માફી માંગવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. સૂરજપાલ કરણી સેનાના નેતા હોવાને નાતે તે સતત પદ્માવત ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે અને કરણી સેનાના આંદોલનને ચલાવી રહ્યા છે.
First published:

Tags: Judicial custody, Karni sena, હોસ્પિટલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો