Home /News /national-international /

કરણી સેનાના સૂરજપાલ અમ્મૂ જ્યુડિશિયલ કસ્ટડીમાં, કહ્યું- મારી હત્યાનું ષડયંત્ર

કરણી સેનાના સૂરજપાલ અમ્મૂ જ્યુડિશિયલ કસ્ટડીમાં, કહ્યું- મારી હત્યાનું ષડયંત્ર

સુરજપાલ અમ્મૂ

એક ન્યૂઝ ચેનલની એન્કરને વાંધાજનક નામથી બોલાવવાને લઈને તેની સામે કેન્દ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે.

    પદ્માવતના વિરોધ કરવા માટે અને અભિનેત્રી દીપિકા પાદુકોણનું નાક કાપવાની જાહેરાત કરનાર કરણી સેનાના નેતા સૂરજપાલ અમ્મૂને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અમ્મૂ ચાર દિવસ એટલે કે 29મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. કસ્ટડીમાં રહેલા અમ્મૂએ કહ્યું હતું કે તેને ષડયંત્ર કરીને ફસાવવામાં આવી રહ્યા છે.

    અમ્મૂએ કહ્યું હતું કે, તેને ડર છે કે તેની હત્યા થઈ શકે છે. નોંધનીય છે કે સૂરજપાલ અમ્મૂની ગુરુવારે ગુડગાંવ સ્થિતિ તેમના ઘરેથી પોલીસે ધરપકડ કરી હતી. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે ગુરુવારે પોલીસે તેને પોતાના ઘરમાં જ નજરકેદ કરી રાખ્યા છે. પદ્માવત રિલીઝને લઈને સૂરજપાલ અમ્મૂ ખૂબ વિવાદમાં રહ્યા છે. શુક્રવારે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના અવમાનનાની અરજી પણ દાખલ કરવામાં આવી છે.

    બીજી તરફ ચાલુ શો દરમિયાન એક ન્યૂઝ ચેનલની એન્કરને વાંધાજનક નામથી બોલાવવાને લઈને તેની સામે કેન્દ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે. સૂરજપાલે ન્યૂઝ ચેનલ પર લાઈવ ડિબેટમાં એન્કરને વાંધાજનક નામનથી બોલાવી હતી, બાદમાં તેણે આ અંગે માફી માંગવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. સૂરજપાલ કરણી સેનાના નેતા હોવાને નાતે તે સતત પદ્માવત ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે અને કરણી સેનાના આંદોલનને ચલાવી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Baby, Judicial custody, Karni Sena Leader, News Anchor, Newsx, Suraj pal ammu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन