કર્ણાટક : યેદિયુરપ્ચા સરકારે સાબિત કર્યુ બહુમત, સ્પીકરે રાજીનામું આપ્યું

News18 Gujarati
Updated: July 29, 2019, 1:08 PM IST
કર્ણાટક : યેદિયુરપ્ચા સરકારે સાબિત કર્યુ બહુમત, સ્પીકરે રાજીનામું આપ્યું
કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને રાજ્યપાલ વજુભાઈ વાળા (ફાઇલ ફોટો)

કર્ણાટકને આજે મળશે નવી સરકાર, યેદિયુરપ્પા માટે વિશ્વાસ મત જીતવો આસાન

  • Share this:
કર્ણાટકની યેદિયુરપ્પા સરકારની ફ્લોર ટેસ્ટની મુશ્કેલી પાર થઈ ગઈ છે. વિપક્ષે મત વિભાજનની માંગ ન કરી અને યેદિયુરપ્પા સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ. તેની સાથે સરકાર પોતાના આગળના કામકાજમાં લાગી ગઈ છે. હાલ 207 ધારાસભ્યોવાળી વિધાનસભા છે, જેમાં બહુમત માટે 104નો આંકડો જોઈતો હતો અને ભાજપની પાસે 105 ધારાસભ્ય છે.

બીજી તરફ, યેદિયુરપ્પા વિશ્વાસ મત જીતતાં તરત જ સ્પીકર કેઆર રમેશ કુમારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું. તેઓએ કહ્યું કે હું પદને છોડવા માંગું છું અને જે ડેપ્યુટી સ્પીકર છે, હાલ તેઓ આ પદને સંભાળશે.

બહુમત સાબિત કર્યા બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, હું કોઈની વિરુદ્ધ બદલાની રાજનીતિની સાથે કામ નથી કરતો. તેથી હજુ પણ નહીં કરું. અમારી સરકાર ખેડૂતો માટે કામ કરવા માંગે છે, તેથી હું તમામને અપીલ કરું છું કે સરકારના વિશ્વાસ મત પ્રસ્તાવનું સમર્થન કરે.

કુમારસ્વામીએ કહ્યુ- હવે રાજીનામાનું દબાણ ખતમ કરો
ફ્લોર ટેસ્ટ બાદ એચડી કુમારસ્વામીએ કહ્યું કે હવે તમે લોકો સરકારમાં છો, તેથી ધારાસભ્યો પર રાજીનામાનું દબાણ કરવાનું ખતમ કરો. તેઓએ કહ્યું કે, જો સરકાર સારું કામ કરે છે તો તેઓ સરકારનું સમર્થન કરશે.

Karnataka Chief Minister BS Yediyurappa wins trust vote through voice vote. pic.twitter.com/DvzzMmYCqa
અગાઉ, કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ કે. આર. રમેશ કુમારે રવિવારે વધુ 14 બળવાખોર ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય કરાર કર્યા હતા. આ કાર્યવાહીથી વિધાનસભામાં બહુમત માટે જરૂરી સંખ્યા ઘટીને 104 થઈ ગઈ અને તેનાથી હાલમાં બનેલી ભાજપની સરકાર માટે સોમવારે વિશ્વાસમત મેળવવો સરળ થઈ ગયો.

બહુમત મેળવવાના સવાલ પર રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું હતું કે, સોમવારે સો ટકા બહુમત પુરવાર કરી દઈશ. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, ફાઇનાન્સિયલ બિલ તાત્કાલીક પાસ કરવાની જરૂર છે નહીં તો અમે પગાર પણ આપવા માટે ધન નહીં લઈ શકીએ.

આ પણ વાંચો, પાર્ટીમાં નેતૃત્વની ખોટ, અધ્યક્ષ પદ માટે પ્રિયંકા યોગ્ય- શશિ થરૂર

તેઓએ કહ્યું હતું કે, તેથી સોમવારે બહુમત સાબિત કર્યા બાદ અમે સૌથી પહેલા આ બિલને હાથમાં લઈશું. મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં તેમાં કોમા કે ફુલ સ્ટોપ સુધી નથી બદલ્યા. હું અગાઉની કોંગ્રેસ-જેડીએસ સરકાર દ્વારા તૈયાર આ બિલને રજૂ કરીશ.

આ છે કર્ણાટક વિધાનસભાનું ગણિત

નોંધનીય છે કે, હાલ અધ્યક્ષને છોડીને 224 સભ્યોની વિધાનસભામાં હવે સંખ્યા બળ 207 રહી ગયું છે. મત-વિભાજનની સ્થિતિમાં સત્તા પક્ષ અને વિપક્ષને બરાબર વોટ મળતાં અધ્યક્ષ વોટ કરે છે. બહુમત માટે જાદુઈ આંકડો 104 છે. ભાજપની પાસે એક અપક્ષના સમર્થનની સાથે જ 106 સભ્ય છે. કોંગ્રેસના 66, જેડીએસની પાસે 34, બસપનાનો એક ધારાસભ્ય છે. 14 મહિના જૂની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારે વિશ્વાસમત ગુમાવતાં મંગળવારે પડી ગઈ હતી.

આ પણ વાંચો, કાવડ યાત્રામાં સામેલ થયા ‘ગોલ્ડન બાબા’,આ વખતે પહેર્યું આટલા કિલો સોનું
First published: July 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading