બેંગલોર : કર્ણાટકના (Karnataka)બાગલકોટ જિલ્લામાં એક મહિલા વકીલ (Woman Lawyer)સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે વિનાયક નગર વિસ્તારમાં સર્કલ રોડ પર મહનતેશ નામનો એક વ્યક્તિ જાહેરમાં મહિલાની પીટાઇ કરી કરી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે આરોપી મહિલાનો પાડોશી છે અને બગલકોટની હોર્ટિકલ્ચર યુનિવર્સિટીમાં ફોટોગ્રાફીનું કામ કરે છે.
આ આખી ઘટનાનો વીડિયો (video viral)સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે આરોપી મહિલા વકીલને થપ્પડ મારે છે. આ પછી મહિલાના પેટ પર લાત પર મારે છે. પેટ પર લાત વાગતા મહિલા બેલેન્સ ગુમાવે છે. જ્યારે મહિલા ત્યાં રહેલી ખુરશી ઉઠાવી મારવાનો પ્રયત્ન કરે છે તો આરોપી ફરી મહિલાને પાટું મારે છે. આ પછી મહિલા પડી જાય છે. આ દરમિયાન ઘણા લોકો ઉભા હતા પણ કોઇ મદદ કરવા આવ્યું ન હતું.
— Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) May 14, 2022
પીડિત મહિલાનું નામ સંગીતા શિક્કેરી છે જે વ્યવસાયે વકીલ છે. મહિલાની ફરિયાદ પર પોલીસે આરોપી સામે કેસ નોંધ્યો છે. મારપીટનું કારણ સંપત્તિનો વિવાદ બતાવવામાં આવી રહ્યો છે.
શરૂઆતની તપાસમાં સંગીતા અને આરોપી મહનતેશ વચ્ચે સંપત્તિ વિવાદનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિવાદને લઇને ઘણા દિવસોથી બન્ને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ જ કારણે આરોપીએ સંગીતા અને તેના પતિ પર હુમલો કર્યો હતો. હાલ સંગીતા અને તેના પતિને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બીજી તરફ વીડિયો વાયરલ થયા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર