કર્ણાટક ચૂંટણી: આ કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધી પ્રચાર કરે તેમાં નથી રસ

 • Share this:
  ડી. પી સતીશ, ન્યૂઝ 18 હિન્દી

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવાર અને બુધવારે કર્ણાટકના તટીય અને મલનાડ વિસ્તારની મુલાકાત લેશે. હૈદરાબાદ-કર્નાટક અને મુંબઈ-કર્નાટકની મુલાકાતમાં સારી પ્રતિક્રિયા મળ્યાં પછી પાર્ટી પ્રમુખે રાજ્યના સાંપ્રાદાયિક રીતે સંવેદનશીલ અને બીજેપીનો ગઠ માનવામાં આવતા વિસ્તારની મુલાકાત કરવાનું વિચાર્યું છે. પરંતુ તટીય કર્નાટકના કેટલાક નેતા રાહુલ ગાંધીની આ યાત્રા અંગે ઉત્સાહિત નથી.

  સ્થાનિક કોંગ્રેસના નેતાઓ પ્રમાણે ઉડુપી જિલ્લા પ્રભારી પ્રમોદ માધવરાજને રાહુલ ગાંધીની મેજબાની કરવામાં દિલચસ્પી નથી અને તેમણે આ વાતની જાણકારી રાજ્યના કોંગ્રેસ નેતાઓને પણ આપી છે.

  ન્યૂઝ 18 સાથે વાત કરતાં પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે પ્રમોદ માધવરાજ ભાજપમાં સામેલ થઈ શકે છે. આ મોટાભાગે નક્કી જ છે. આ જ કારણ છે કે તેઓ અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની મેજબાની કરવામાં રસ નથી ધરાવતાં. તેમણે કહ્યું કે બીજેપી નેતા શોભા કરંદલાજે જે ઉડુપીના સાંસદ છે તેમણે પ્રમોદ માધવરાજને બીજેપીમાં આવવા માટે લગભગ મનાવી લીધા છે.

  માત્ર પ્રમોદ માધવરાજ જ નહીં પરંતુ બીજા કોંગ્રેસ નેતાઓ પણ રાહુલ ગાંધીને આવકારવામાં રસ નથી ધરાવતા. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને બિંદુર વિધાયક ગોપાલ પુજારીએ પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાઁધીને આવકારવામાં અસમર્થતા જાહેર કરી છે. તેમનું માનવું છે કે તેમના કારણે વોટોનું નુકશાન થઈ શકે છે.

  જ્યારે માધવરાજ સાથે સંપર્ક કર્યો ત્યારે તેમણે આ વિશે કોઈપણ નિવેદન આપવાની ના પાડી દીધી. ગોપાલ પુજારીએ કહ્યું કે સમય ઓછો હોવાને કારણે રાહુલ ગાંધી કુંદાપુરા અને ઉડુપીની મુલાકાત નહીં કરે. પ્રમોદ માધવરાજની માતા મનોરમા માધવરાજ પણ કોંગ્રેસના નેતા હતાં. પરંતુ 2004માં તે કોંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થઈ ગયા હતાં. જો કે પ્રમોદ માધવરાજ કોંગ્રેસમાં જ હતાં. તેમને 2 વર્ષ પહેલા સિદ્દારમૈયાએ તેમણે પોતાની કેબિનેટમાં સામેલ કર્યા હતાં. હાલમાં જ તેમનું નામ 200 કરોડના એક કૌભાંડમાં પણ આવ્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published: