Home /News /national-international /ડાન્સ કરતી મહિલા પર નોટો વરસાવતા કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ, ભાજપે કહ્યું- માફી માગો

ડાન્સ કરતી મહિલા પર નોટો વરસાવતા કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ, ભાજપે કહ્યું- માફી માગો

મહિલા કરી રહી હતી ડાન્સ

કર્ણાટકમાં કોંગ્રેસના નેતાનો એક ડાન્સ કરતી મહિલા પર નોટો વરસાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ભાજપે આ અંગે વિરોધ કર્યો છે. ભાજપે તેને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું છે કે, નેતાએ માફી માંગવી જોઈએ.

બેંગ્લોર: કર્ણાટકમાં એક લગ્ન સમારોહમાં ડાન્સ કરી રહેલી એક મહિલા પર કોંગ્રેસ નેતા નોટો વરસાવતા વીડિયોને લઈને રાજકારણ ગરમાયું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ કહ્યું કે, તે કોંગ્રેસની સંસ્કૃતિને બતાવી રહ્યા છે અને કોંગ્રેસે આ શરમજનક ઘટના માટે માફી માંગવી જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસના નેતા શિવશંકર હમ્પન્ના એક મહિલા ડાન્સરની બાજુમાં ડાન્સ કરતા અને તેના પર નોટ ફેંકતા જોવા મળી શકે છે. આ ઘટના કર્ણાટકના ધારવાડ જિલ્લામાં એક લગ્ન સમારોહ દરમિયાન હલ્દીની છે.

આ પણ વાંચો:   લોકો રમી રહ્યા હતા હોળી, અચાનક તોપનો ગોળો પડ્યો; 3 લોકો માર્યા ગયા

આ વીડિયો પર કોંગ્રેસની પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી, પરંતુ ભાજપે આ અંગે કડક વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસ પર સતત સવાલો કરી રહી છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા કર્ણાટક બીજેપીના મહાસચિવ મહેશ તેંગિનકાઈએ કહ્યું કે, આ ઘટના અત્યંત શરમજનક છે. તેને આ અંગેની માહિતી ટીવી દ્વારા મળી હતી. મહેશ ટેંગિનકાઈએ કહ્યું કે, 'હું આ અંગે સ્પષ્ટ કહીશ, એક છોકરી ડાન્સ કરે છે અને તેના પર પૈસા ફેંકવામાં આવે છે. આ લોકો પૈસાની કિંમત નથી જાણતા. આવા ઉદાહરણો બતાવે છે કે, કોંગ્રેસનું કલ્ચર શું છે અને આપણે પહેલા પણ ઘણી વખત જોયું છે. હું તેની નિંદા કરું છું. કોંગ્રેસે આ તરફ ધ્યાન આપવું જોઈએ.

મહિલાની માફી માંગવી જોઈએ - ભાજપ પ્રવક્તા

આ સાથે જ બીજેપી પ્રવક્તા રવિ નાઈકે પણ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 'તે આ છોકરીઓને શું સન્માન આપે છે, આ મારો એક જ સવાલ છે. એવું લાગે છે કે, આ એક સંસ્કૃતિ છે જે ફક્ત કોંગ્રેસ પાસે છે. કારણ કે લગ્નના સ્થળે છોકરીઓ પર પૈસા ફેંકવાની સંસ્કૃતિ છે. માત્ર કોંગ્રેસ જ સમજાવી શકે છે. તેમણે કહ્યું કે રાજકીય પક્ષના નેતા માટે ચૂંટણી નજીક આવીને "આ રીતે વર્તવું" તે "સંપૂર્ણપણે ખોટું" છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાએ તરત જ મહિલાની માફી માંગવી જોઈએ અને આ ઘટના 'મહિલાઓ માટે સંપૂર્ણ રીતે અનાદર' છે.
First published:

Tags: Congress Leader, Karnataka news, Viral videos

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો