કર્ણાટક: બે ધારાસભ્યોએ કોંગ્રેસ-જેડીએસ સરકારને આપેલું સમર્થન પરત લીધું

News18 Gujarati
Updated: January 15, 2019, 4:35 PM IST
કર્ણાટક: બે ધારાસભ્યોએ કોંગ્રેસ-જેડીએસ સરકારને આપેલું સમર્થન પરત લીધું
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (ફાઇલ ફોટો)

સમર્થન પરત લેનારા ધારાસભ્યોના નામ એચ નાગેશ અને આર શંકર છે

  • Share this:
કર્ણાટકના બે ધારાસભ્યોએ સરકારે આપેલું પોતાનું સમર્થન પરત લઈ લીધું છે. સમર્થન પરત લેનારા ધારાસભ્યોના નામ એચ નાગેશ અને આર શંકર છે. એચ નાગેશ મુલાબાગિલૂ સીટી ઉપરથી અપક્ષ ધારાસભય છે. બીજી તરફ, આર શંકર રેનેબેન્નૂર વિધાનસભા સીટથી કેપીજેપીના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ વિધાનસભામાં કેપીજેપીના એકમાત્ર ધારાસભ્ય છે.

બંને ધારાસભ્યોએ કર્ણાટકના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને પત્ર લખ્યો છે. આ પત્રમાં બંનેએ લખ્યું છે કે તેઓ જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન તાત્કાલીક અસરથી પરત લઈ રહ્યા છે. બંને એ આ સંબંધમાં રાજ્યપાલથી જરૂરી પગલા લેવાની વિનંતી કરી છે.

જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ કર્ણાટક ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે સરકારથી નારાજ ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં છે અને મકરસંક્રાંતિ બાદ કર્ણાટકમાં નવી સરકાર બનશે.

 ભાજપ નેતાએ કર્યો હતો નવો સરકારનો દાવો
કર્ણાટકમાં ભાજપના એક સિનિયર ધારાસભ્યએ કહ્યું કે, હાઈ કમાન્ડને લાગે છે કે જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ એક સાથે ચૂંટણી લડશે તો ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ જશે. કર્ણાટકમાં વધારે સીટો જીતવી ખૂબ જ જરૂરી છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે રાજ્યમાં અમારી પોતાની સરકાર હશે. એક વાર સત્તાથી બહાર થયા બાદ જેડીએસ એકલી ચૂંટણી લડશે કે પછી સર્વાઇવલ માટે તે એનડીએમાં પણ સામેલ થઈ શકે છે. કોંગ્રેસનો આત્મવિશ્વાસ તૂટી જશે. તેથી અમારા નેતા એક અંતિમ વાર તખ્તાપલટાનો પ્રયાસ કરી શકે છે. જોકે, કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ આ અહેવાલોને ફગાવી દીધા છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપ સાથે સંપર્કમાં હોવાની વાત માત્ર અફવા છે અને તે વાત સાચી નથી.

કોંગ્રેસી નેતાએ લગાવ્યું હોર્સ ટ્રેડિંગનો આરોપ
કોંગ્રેસના ટ્રબલ શૂટર માનવામાં આવતા ડીકે શિવકુમારે રવિવારે કહ્યું હતું કે રાજ્યની ગઠબંધન સરકારને પાડવા માટે ભાજપ ઓપરેશન કમલ ચલાવી રહી છે. તેઓએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઈની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે કેમ્પ નાખીને બેઠા છે. શિવકુમારે કહ્યું કે, રાજ્યમાં ધારાસભ્યોની ખરીદી-વેચાણ ચાલુ છે. અમારા ત્રણ ધારાસભ્ય ભાજપના કેટલાક ધારાસભ્યો અને નેતાઓની સાથે મુંબઈની એક હોટલમાં છે. ત્યાં શું થઈ રહ્યું છે, કેટલી રકમની રજૂઆત કરવામાં આવી છે, તેનાથી અમે અવગત છીએ.

આ પણ વાંચો, મિશન 2019! લોકસભા ચૂંટણી માટે જીતવા માટે ભાજપે બનાવ્યા 6 પ્લાન

સરકાર બનાવવા માટે ભાજપના સાધવા પડશે 14 ધારાસભ્ય
224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં હાલ 104 ધારાસભ્યોની સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર છે, જેની પાસે ક્રમશ: 80 અને 37 ધારાસભ્ય છે. એવામાં ભાજપ જો સરકાર બનાવવા માંગે છે તો ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 208થી ઓછી હોવી જરૂરી છે. એવામાં ભાજપની સરકાર બનાવવા માટે સત્તાધારી જેડીએસ અને કોંગ્રેસને ઓછામાં ઓછા 14 ધારાસભ્યોના રાજીનામા જરૂરી છે.
First published: January 15, 2019, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading