Karnataka toll plaza Ambulance accident cctv video : વીડિયોમાં જોઈ શકાય છે કે, ટોલ કર્મચારીઓ વરસાદ વચ્ચે બેરિકેડ હટાવવા દોડી રહ્યા છે. આ દરમિયાન, ફૂલ સ્પીડમાં દોડતી એમ્બ્યુલન્સ કાબૂ ગુમાવે છે અને ભીના રસ્તા પર સ્લીપ ખાઈ ટોલ બુથ પર આવી અથડાય છે
બેંગલુરુ : કર્ણાટક (Karnataka) માં બિંદૂર (Bindur) નજીક ટોલ પ્લાઝા (toll plaza) પર એક ઝડપી એમ્બ્યુલન્સ ક્રેશ (ambulance accident) થતાં દર્દી સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતના સીસીટીવી (ambulance Accident CCTV) ફૂટેજ સામે આવ્યા છે. દુર્ઘટનાનું આ દ્રશ્ય જોઈને બધા ધ્રૂજી ગયા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે, ટોલ કર્મચારીઓ વરસાદ વચ્ચે બેરિકેડ હટાવવા દોડી રહ્યા છે. આ દરમિયાન, ફૂલ સ્પીડમાં દોડતી એમ્બ્યુલન્સ કાબૂ ગુમાવે છે અને ભીના રસ્તા પર અથડાઈ અને ટોલ બૂથ કેબિન સાથે અથડાઈ.
Shocking accident of an ambulance at toll plaza in Udupi, Karnataka, 4 people injured pic.twitter.com/0vmuofGLa2