વાયનાડ સીટથી પણ ચૂંટણી લડશે રાહુલ ગાંધી? કેરળ કોંગ્રેસે કરી રજૂઆત

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કોંગ્રેસી નેતા ઓમાન ચાંડીએ કહ્યું કે કર્ણાટક કોંગ્રેસે રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે તેઓ કેરળની એક સીટથી ચૂંટણી લડે

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળ સ્થિત વાયનાડથી પણ ચૂંટણી લડી શકે છે કોંગ્રેસે આ જાહેરાત શનિવારે કરી. કોંગ્રેસ અધ્યક્ષ હાલ ઉત્તર પ્રદેશની અમેઠીથી સાંસદ છે જ્યાં આગામી લોકસભા ચૂંટણીમાં તેમનો સામનો બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે થશે.

  કોંગ્રેસી નેતા ઓમાન ચાંડીએ કહ્યું કે કર્ણાટક કોંગ્રેસે રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે તેઓ કેરળની એક સીટથી ચૂંટણી લડે. તે સીટ વાયનાડ છે. રાહુલ ગાંધીનો જવાબ કોઈ પણ સમયે આવી શકે છે.

  વાયનાડ સીટ વિશે જણાવતાં કેરળ કોંગ્રેસના અધ્યક્ષ મુલ્લાપલ્લી રામચંદ્રને કહ્યું કે, તેના માટે એક મહિનાથી વાત ચાલી રહી હતી. પહેલા રાહુલ ગાંધી બે સીટો માટે તૈયાર નહોતા. બાદમાં તૈયાર થઈ ગયા.

  કર્ણાટક કોંગ્રેસના પ્રુમખ દિનેશ ગુંડુ રાવે રાહુલને પોતાના રાજ્યથી ચૂંટણી લડવા માટે કહ્યું, બીજી તરફ કોંગ્રેસ પણ વાયનાડ બેઠકથી ચૂંટણી લડવા માટે ગાંધીની ચૂંટણી રણનીતિને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  આ પણ વાંચો, સામ પિત્રોડાના નિવેદન પર અમિત શાહે કહ્યું- દેશની જનતા અને સેનાની માફી માંગે રાહુલ

  ઉલ્લેખનીય છે કે લોકસભાનું સીમાંકન થયા બાદ 2008માં વાયનાડ લોકસભા સીટ અસ્તિત્વમાં આવી હતી. તે કન્નૂર, મલાપ્પુરમ અને વાયનાડ સંસદીય ક્ષેત્રને મળીને બની છે. સીમાંકન બાદથી જ આ સીટ પર કોંગ્રેસનો કબજો રહ્યો છે.

  આ સીટ પર રાહુલનો મુકાબલો માકપાના પીપી સુનીસ સાથે થશે. પહેલા આ સીટ ઉપર ટી સિદ્દીકીને ચૂંટણી લડવાના અહેવાલ હતા, પરંતુ રાહુલના સમર્થનમાં તેઓએ પોતાનું નામ પરત લઈ લીધું.
  Published by:Mrunal Bhojak
  First published: