કર્ણાટક સંકટ! ખડગેએ કહ્યું- પોતાના MLA છુપાવી અમારી સરકાર પાડવાનો દાવો કરી રહી છે ભાજપ

News18 Gujarati
Updated: January 17, 2019, 7:35 AM IST
કર્ણાટક સંકટ! ખડગેએ કહ્યું- પોતાના MLA છુપાવી અમારી સરકાર પાડવાનો દાવો કરી રહી છે ભાજપ
કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે (ફાઇલ ફોટો)

ખડગેએ કહ્યું કે, ભાજપ જો આટલી મજબૂત છે તો 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલમાં પોતાના ધારાસભ્યોને કેમ રાખ્યા છે?

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કર્ણાટકમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાતો જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસ-જેડીએસની સરકારને પાડવામાં ભાજપના નેતાઓના દાવાઓની વચ્ચે સિનિયર કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ-જેડીએસના તમામ 118 ધારાસભ્ય તેમની સાથે છે અને તેઓ ક્યાંય નહીં જાય. ખડગેએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી કુમારસ્વામીએ પોતે કહ્યું છે કે ચિંતાની કોઈ વાત નથી. આ દરમિયાન માહિતી મળી રહી છે કે કોંગ્રેસે 18 જાન્યુઆરીએ પોતાના ધારાસભ્યોની બેંગલુરુમાં બેઠક બોલાવી છે, જ્યાં નારાજ ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

મલ્લિકાર્જુન ખડગેએ સાથે દાવો કર્યો કે શુક્રવારે યોજાનારી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્ય સામેલ થશે. તેની સાથે જ તેઓએ ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે, ભાજપ જો આટલી મજબૂત છે તો 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલમાં પોતાના ધારાસભ્યોને કેમ રાખ્યા છે? તમે તમારા ધારાસભ્યોને કેમ નથી છોડતા? બધા પરેશાન છે. અમારા રાજ્યમાં તહેવાર છે, પરંતુ તેમને અહીં મોકલી દીધા છે.

આ પણ વાંચો, ભાજપના મંત્રીનો દાવો: બે દિવસમાં પડી જશે કર્ણાટકની કુમારસ્વામી સરકાર

આ પહેલાં ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે કર્ણાટકમાં સંક્રાંતિ બાદ સરકાર બદલાઈ જશે. બીજી તરફ, કોંગ્રેસી નેતા ડીકે શિવકુમારે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે રાજ્યની કુમારસ્વામી સરકારને પાડવામાં માટે તેઓ ઓપરેશન કમલ ચલાવી રહ્યા છે.
First published: January 16, 2019, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading