કર્ણાટક : ભાજપે જેડીએસને આપી મુખ્યમંત્રી પદની ઓફર, ધારાસભ્યોમાં પડ્યું ભંગાણ

News18 Gujarati
Updated: July 12, 2019, 10:41 AM IST
કર્ણાટક : ભાજપે જેડીએસને આપી મુખ્યમંત્રી પદની ઓફર, ધારાસભ્યોમાં પડ્યું ભંગાણ
કર-નાટક : કોંગ્રેસ-જેડીએસના બળવાખોર નેતાઓને પક્ષમાં જોડવા અંગે ભાજપના નેતાઓમાં આંતરિક કલહ

કર-નાટક : કોંગ્રેસ-જેડીએસના બળવાખોર નેતાઓને પક્ષમાં જોડવા અંગે ભાજપના નેતાઓમાં આંતરિક કલહ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર સંકટનો વચ્ચે હવે વિપક્ષી પાર્ટી ભાજપમાં પણ ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવાને લઈ ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક કલહ શરૂ થઈ ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભાજપ કર્ણાટકમાં સત્તામાં વાપસ કરવા માટે જેડીએસને મુખ્યમંત્રી પદની ઓફર આપી છે. ભાજપના અનેક મોટા નેતા કર્ણાટક ભાજપમાં જેડીએસ અને કોંગ્રેસના બળવાખોરોને સામેલ કરવાને લઈ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

અહેવાલ છે કે, ભાજપના મહાસચિવ મુરલીધર રાવે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીના નજીકના અને પર્યટન મંત્રી આર મહેશ સાથે આ મુદ્દે વાતચીત પણ કરી છે. આ સંબંધમાં જ્યારે મુરલીધર રાવને સવાલ કરવામાં આવ્યો તો તેમને આ મામલામાં કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. તેઓએ ત્યાં સુધી કહી દીધું કે તેઓએ આર મહેશ સાથે મુલાકાત પણ નથી કરી.

તેઓએ કહ્યું કે, એક જ સ્થળે બે નેતાઓનું હોવું માત્ર એક સંજોગ છે બીજું કંઈ નહીં. તેઓએ કહ્યું કે, તમે કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો. જોકે, તેઓએ આ અવરસે કોંગ્રેસ અને જેડીએસ પર હુમલો કરતાં ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસ-જેડીએસનું કુશાસન ઝડપથી ખતમ થઈ રહ્યું છે. તેઓએ કહ્યું કે ભાજપ કર્ણાટકમાં બદલાઈ રહેલા સમીકરણ પર સતત નજર રાખી રહ્યું છે અને કર્ણાટકની જનતાના હિતોની રક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે, જેના કારણે રાજ્યની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. જોકે, કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે હજુ સુધી કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો.
First published: July 12, 2019, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading