સરકારી શાળા નજીક હોય તો RTE હેઠળ પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ નહીં : હાઇકોર્ટ
પ્રતિકાત્મક તસવીર
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મુદ્દે થયેલી પીઆઈએલને કોર્ટે ફગાવતા ચુકાદો આપ્યો કે વિદ્યાર્થીની નજીકની સરકારી, કે ગ્રાન્ટ એઇડ ઇન શાળામાં બેઠકો ખાલી હોય ત્યાં સુધી ખાનગીમાં એડમિશન મળી શકે નહીં.
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતમાં ખાનગી શાળામાંઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશના મુદ્દે વાલીઓ અને શાળાઓ અનેક તબક્કે આમને સામને આવી જાય છે ત્યારે કર્ણાટક હાઇકોર્ટે ખાનગી શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવાના મુદ્દે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી વિદ્યાર્થીના ઘરની નજીકની સરકારી, ગ્રાન્ટ એઇડ ઇન કે સ્થાનિક સ્વરાજ્યની કોઈ પણ સંસ્થા સંચાલિત શાળામાં બેઠક ખાલી હોય ત્યાં સુધી પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન મળી શકે નહીં.
સમાચાર સંસ્થા Live Lawના અહેવાલ મુજબ કર્ણાટકમાં શિક્ષણના હક્ક માટે લડત ચલાવતા એનજીઓ અને વિદ્યાર્થીઓ વતી ખાનગી શાળામાં RTEના પ્રવેશ મુદ્દે હાઇકોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે આ આ અરજીને ફગાવતા જસ્ટીસ એલ નારાયણ સ્વામી અને જસ્ટીસ પીએસ દિનેશ કુમારની બેંચે ચુકાદો આપ્યો કે કર્ણાટકમાં રાજ્યના અધિયનિયમ 4 મુજબ બાળકોને શિક્ષણ મફત અને ફરજીયાત આપવું કાયદાકીય છે.
કોર્ટે ટાંક્યુ, આર્ટિકલ 21-એ અંતર્ગત શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે પરંતુ વિદ્યાર્થીઓને અથવા તો અપીલકર્તાઓને ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાનો કોઈ હક્ક નથી બનતો જ્યાં સુધી તેમની નજીકમાં આવેલી સરકાર, ખાનગી કે સ્થાનિક ઓથૉરિટી દ્વારા સંચાલિત શાળામાં બેઠકો ખાલી પડેલી હોય. આ સ્થિતીમાં વિદ્યાર્થીનું એડમિશન સરકારી સ્કુલમાં જ થશે.
'ધ હિંદુ'ના અહેવાલ મુજબ અરજદારોએ કોર્ટેમાં અપીલ કરી હતી કે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ ખાનગી શાળામાં 25% બેઠકો પર RTE હેઠળ પ્રવેશ આપવા માટે કોર્ટે શાળાઓને નિર્દેશ આપે. જોકે, કોર્ટે ઓર્ડર આપ્યો છે પહેલાં ગ્રાન્ટેડ અને ગ્રાન્ટ એઇડ ઇન સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવો બાદમાં ખાનગી શાળામાં પ્રવેશ મળવા પાત્ર થશે. અરજદારો વતી વકીલ માનસી શર્મા અને નિમિષા કુમારે અપીલ કરી હતી જેનો બચાવ વકીલ એજ ઉદય હોલા અને આગ ડી નાગરાજે કર્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર