Home /News /national-international /Karnataka Next CM: યેદિયુરપ્પા પછી કોણ બનશે કર્ણાટકના સીએમ? સંસદ ભવનમાં અમિત શાહ અને નડ્ડાએ કર્યું મંથન
Karnataka Next CM: યેદિયુરપ્પા પછી કોણ બનશે કર્ણાટકના સીએમ? સંસદ ભવનમાં અમિત શાહ અને નડ્ડાએ કર્યું મંથન
Karnataka Next CM: યેદિયુરપ્પા (Yediyurappa)કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમુદાયમાંથી આવે છે. એવી ચર્ચા છે કે લિંગાયત સમુદાયના કોઇ પ્રભાવશાળી નેતાને મુખ્યમંત્રીનું પદ આપવાનો ભાજપામાં વિચાર ચાલી રહ્યો છે
Karnataka Next CM: યેદિયુરપ્પા (Yediyurappa)કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમુદાયમાંથી આવે છે. એવી ચર્ચા છે કે લિંગાયત સમુદાયના કોઇ પ્રભાવશાળી નેતાને મુખ્યમંત્રીનું પદ આપવાનો ભાજપામાં વિચાર ચાલી રહ્યો છે
નવી દિલ્હી : બી એસ યેદિયુરપ્પાએ કર્ણાટકના (Karnataka Next CM)મુખ્યમંત્રી પદેથી સોમવારે રાજીનામું (BS Yediyurappa Resignation)આપ્યા પછી તેમના ઉત્તરાધિકારીને લઇને ભારતીય જનતા પાર્ટીમાં કવાયત શરૂ થઇ ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ સંબંધમાં સોમવારે સંસદ ભવન પરિસરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ એક બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે આજ સાંજ સુધી ભાજપા પોતાના બે કેન્દ્રીય નિરીક્ષકોના નામ નક્કી કરશે. આ બંને બેંગલુરુ જશે અને ત્યાં વિધાયક દળની બેઠકમાં ભાગ લેશે, જ્યા નવા નેતાનું નામ નક્કી કરવામાં આવશે. યેદિયુરપ્પા (Yediyurappa)કર્ણાટકના (karnataka latest news) પ્રભાવશાળી લિંગાયત સમુદાયમાંથી આવે છે. એવી ચર્ચા છે કે લિંગાયત સમુદાયના કોઇ પ્રભાવશાળી નેતાને મુખ્યમંત્રીનું પદ આપવાનો ભાજપામાં વિચાર ચાલી રહ્યો છે.
સૂત્રોના મતે રાજ્યના આગામી સીએમની જાહેરાત 2023માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ પદ માટે મુરુએશ આર નિરાનીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તે યેદિયુરપ્પાની વર્તમાન કેબિનેટમાં ખનન અને ભૂવિજ્ઞાન મંત્રી રહી ચૂક્યા છે. બાસવરાજ બોમ્મઇને પણ સીએમ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. રાજનીતિ ગલીયારોમાં ચર્ચા છે કે તેમને યેદિયુરપ્પાના આશીર્વાદ છે. બાસનગૌડા પાટિલ યતનાલ અને અરવિંદ બેલાડનું નામ પણ ચર્ચામાં છે. યતનાલ આરએસએસના નજીકના માનવામાં આવે છે. જ્યારે યેદિયુરપ્પા સામે મોર્ચેની આગેવાની કરનાર બેલાડને પણ ઘણા ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.
" isDesktop="true" id="1118170" >
આજના દિવસે જ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રીના રૂપમાં પોતાના કાર્યકાળના બે વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. આ પછી તેમણે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની રાજભવનમાં મુલાકાત કરી હતી અને પોતાનું રાજીનામું આપ્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર