કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર પર સંકટ! 14 MLA રાજીનામું આપવા સ્પીકર પાસે પહોંચ્યા

224 સીટોવાળી કોંગ્રેસ વિધાનસભામાં સત્તા મેળવવા માટેનો જાદુઈ આંકડો 113 છે.

224 સીટોવાળી કોંગ્રેસ વિધાનસભામાં સત્તા મેળવવા માટેનો જાદુઈ આંકડો 113 છે.

 • Share this:
  કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ છવાયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ અને જેડીએસના 14 ધારાસભ્ય વિધાનસભા સ્પીકર પાસે રાજીનામું આપવા પહોંચી ગયા છે. કર્ણાટકના રાજકારણમાં છવાયેલા સંકટના વાદળ દેખતા કોંગ્રેસ મહાસચિવ કેકે વેણુગોપાલ કર્ણાટક જવા રવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, જે 14 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમાંથી 11 કોંગ્રેસ અને 3 જેડીએસના ધારાસભ્ય છે.

  ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વર અને રાજ્યના મંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસ ધારાસભ્યો અને નિગમ સભ્યોની ઈમરજન્સી બેઠક બોલાવી છે. શિવકુમારે મીડિયાને એ પણ કહ્યું છે કે, કોઈ પણ ધારાસભ્યનું રાજીનામું નહી થાય.

  કોંગ્રેસ અને જેડીએસના 14 ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં રાજનૈતિક સંકટના વાદળ છવાઈ ગયા છે. કર્ણાટમાં સરકાર બને હજુ એક વર્ષ પણ નથી થયું અને સરકાર પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે.

  કોંગ્રેસના વિજયનગર ધારાસભ્ય આનંદસિંહ અને ગોકકે ધારાસભ્ય રાજેશ જરકીહોલીએ પોતાની વિધાનસભાની સદસ્યતાથી પહેલાથી જ રાજીનામું આપી દીધુ હતું. કર્ણાટકમાં નવા રાજનૈતિક સમીકરણ બાદ જો કોંગ્રેસ અને જેડીએસ પાસે બે નિર્દલીય ધારાસભ્યોનું સમર્થન મળી જાય છે તો, તેમના ગઠબંધન પાસે 105 ધારસભ્યોની સંખ્યા થઈ જશે. સદનમાં ભાજપાની હાલ તાકાત 105 સભ્યોની છે.  આ 14 ધારાસભ્ય રાજીનામું આપવા પહોંચ્યા
  શનિવારે 11 ધારાસભ્યો વિધાનસભા સ્પીકરને મળવા પહોંચ્યા. આ 14 ધારાસભ્યોમાં ત્રણ જેડીએસના ધારાસભ્ય છે, જ્યારે 11 કોંગ્રેસના ધારાસભ્યો છે. રમેશ મેશ જરખોલી, રામલિંગા રેડ્ડી, મહેશ કુમટલ્લી, શિવરામ હેબ્બાર, બીસી પાટિલ, મુનિરત્ના, એસટી સોમશેખર, બૃઝપતિ બસવરાજ, સૌમ્યા રેડ્ડી, પ્રતાપ ગૌડા પાટિલ કોંગ્રેસના છે.

  224 સીટોવાળી કોંગ્રેસ વિધાનસભામાં સત્તા મેળવવા માટેનો જાદુઈ આંકડો 113 છે. બીજી બાજુ મુખ્ય વિપક્ષી ભાજપા પાસે 105 દારાસભ્યો છે, બસપાનો એક ધારાસભ્ય અને એક સ્વતંત્ર ધારાસભ્ય છે. નવા રાજીનામા બાદ કુમાર સ્વામી સરકાર પાસે સત્તામાં બની રહેવા માટે એટલા ધારાસભ્ય બચ્યા નથી, જેટલી તેમને જરૂરત છે.
  Published by:kiran mehta
  First published: