Home /News /national-international /

કર્ણાટકા: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય ભાજપમાં જોડાયા

કર્ણાટકા: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય ભાજપમાં જોડાયા

પ્રતિકાત્મક તસવીર

લોકસભા ચૂંટણીનાં થોડા દિવસો પહેલા જ કર્ણાટકનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

  બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રસનાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસનાં બગાવતી ધારાસભ્ય ઉમેશ જાદવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતુ અને આજે તેઓ વિધીવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, તેઓ કલબુર્ગી બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંડણી લડે તેવી શક્યતા છે અને કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગે સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે.

  કર્ણાટકામાં જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસનાં ગઠબંધન વાળી સરકાર છે.
  આગામી લોકસભી ચૂંટણી મામલે જનતા દળ (એસ) અને કોંગ્રેસ વચ્ચે બેઠકો વચ્ચે વહેંચણી મામલે ચર્ચા ચાલી રહી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમયે પહેલા કોંગ્રેસનાં ચાર બગાવતી ધારાસભ્યોએ પાર્ટીની મિટિંગમાં હાજરી આપી નહોતી. તેમાં જાધવનો પણ સમાવેશ થાય છે. પક્ષ વિરોધી ધારા હેઠળ કોંગ્રેસે આ ધારાસભ્ય સામે પગલા લેવાની શરૂઆત કરી છે.

  14 ફેબ્રુઆરીનાં રોજ, કર્ણાટકા વિધાનસભામાં તમામ ધારાસભ્યોને મતદાન માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ ત્યારે ધારાસભ્ય જાધવ વિધાનસભા અધ્યક્ષને મળ્યા અને રાજીનામું ધરી દીધું હતું

  આ બગાવતી ધારાસભ્ય પર ગુસ્સે થતા કર્ણાટકા કોંગ્રેસનાં પ્રમુખ દિનેશ ગુંડુ રાવે કહ્યું કે, ધારાસભ્ય જાધવે પાર્ટી સાથે દગો કર્યો છે અને પોતાના સ્વાર્થ માટે પક્ષ છોડી રહ્યા છે. તેમણે પોતાની જાતને ભાજપને વેચી દીધી છે. આવા લોકો પાર્ટી છોડી દે એ જ સારી વાત છે.

  લોકસભા ચૂંટણીનાં થોડા દિવસો પહેલા જ કર્ણાટકનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

  ઉમેશ જાધવ ચિંચોલી વિધાનસભા બેઠક પરથી બે ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Lok sabha polls, કર્ણાટક, કોંગ્રેસ, ધારાસભ્ય, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन