Home /News /national-international /વોટ આપશો તો કામ થશે, નહીંતર કોઈના કામ નહીં કરુ: આ ધારાસભ્યએ મુસ્લિમ મતદારોને આપી ધમકી

વોટ આપશો તો કામ થશે, નહીંતર કોઈના કામ નહીં કરુ: આ ધારાસભ્યએ મુસ્લિમ મતદારોને આપી ધમકી

ધારાસભ્યનો વાયરલ વીડિયો

કર્ણાટકના BJP MLA પ્રીતમ ગૌડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ પોતાના વિસ્તારના મુસ્લિમ મતદારોને ધમકાવતો જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં બીજેપી ધારાસભ્ય કહી રહ્યા છે કે જ્યાં સુધી તેઓ તેમને વોટ નહીં આપે ત્યાં સુધી તેઓ તેમનું અંગત કામ નહીં કરે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કર્ણાટકના BJP MLA પ્રીતમ ગૌડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ પોતાના વિસ્તારના મુસ્લિમ મતદારોને ધમકાવતો જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં બીજેપી ધારાસભ્ય કહી રહ્યા છે કે જ્યાં સુધી તેઓ તેમને વોટ નહીં આપે ત્યાં સુધી તેઓ તેમનું અંગત કામ નહીં કરે.

વીડિયોમાં ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે કે જો હું તમારું કામ કરું અને તમે મદદ નહીં કરો તો મને લાગે છે કે મદદ કરવાનો કોઈ ફાયદો નથી. ધારાસભ્ય પ્રીતમ ગૌડાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. હવે વિપક્ષી પાર્ટીઓ આ વીડિયોને લઈને ભાજપને ઘેરી શકે છે.



આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મળ્યા જામીન, પણ જેલમાંથી નહીં આવી શકે બહાર

મુસ્લિમો સાથે છેતરપિંડીનો આરોપ


વાયરલ વીડિયોમાં ધારાસભ્ય કહી રહ્યા છે કે, મેં અત્યાર સુધી મુસ્લિમ ભાઈઓને મારા ભાઈ તરીકે જોયા છે અને ભવિષ્યમાં પણ આવું જ કરીશ. તેમણે આગળ કહ્યું, "જો મેં કામ કર્યું છે અને જો તમે મદદ ન કરો તો મને લાગે છે કે મદદ કરવાનો કોઈ ફાયદો નથી. હવે તે તમારી જવાબદારી છે કે મારે આવું વિચારવાની જરૂર નથી."
First published:

Tags: Karnataka news, Muslims, Voters

विज्ञापन