Home /News /national-international /પગે પડતાં જ ગુસ્સાથી લાલચોળ મંત્રીએ મહિલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો, વીડિયો વાયરલ

પગે પડતાં જ ગુસ્સાથી લાલચોળ મંત્રીએ મહિલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો, વીડિયો વાયરલ

મંત્રીએ મહિલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો

મંત્રીએ ફરિયાદ લઈને આવેલી મહિલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર મંત્રીનો વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયો વાયરલ થયા પછી શિવસેનાએ કર્ણાટકની BJP સરકાર પર નિશાન સાધ્યું છે. આ ઘટના ચામરાજનગર જિલ્લાના હંગાલા ગામની છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ મંત્રી વીરન્ના સોમન્ના એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા.

વધુ જુઓ ...
    કર્ણાટકના મંત્રીએ ફરિયાદ લઈને આવેલી મહિલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર મંત્રીનો વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયો વાયરલ થયા પછી શિવસેનાએ કર્ણાટકની BJP સરકાર પર નિશાન સાધ્યું છે. આ ઘટના ચામરાજનગર જિલ્લાના હંગાલા ગામની છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ મંત્રી વીરન્ના સોમન્ના એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી સોમન્ના લોકોને જમીનના પેપર આપવા આવ્યા હતા.

    હક્કુ પત્ર લેવા માટે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પહોંચી હતી. સોમન્ના જમીનના કાગળ વેચી રહ્યા હતા ત્યારે ભીડમાં સામેલ એક મહિલા પોતાની ફરિયાદ લઈને મંત્રીને મળવા પહોંચી ગઈ. મહિલાએ પોતાની નજીક આવતા જોઈ મંત્રી ગુસ્સે થઈ ગયા. મહિલાએ જેવી તેમના પગે પડવા ગઈ તો મંત્રીએ મહિલાને લાફો ઝીંકી દીધો.





    આ પણ વાંચોઃ માસૂમ બાળકને તાલિબાની સજા! ત્રણ કલાક સુધી થાંભલા સાથે બાંધી નિર્દયતા પૂર્વક માર માર્યો, મોઢામાં મરચું ભર્યું

    મહિલાનો દાવો છે કે મંત્રીએ તેને લાફો નથી માર્યો પરંતુ મને સાંત્વના આપી હતી. મહિલાએ કહ્યું, હું ગરીબ પરિવારમાંથી આવું છું. હું તેમના પગે પડીને અને જમીન ફાળવીને મને મદદ કરવા વિનંતી કરી. તેથી તેમણે મને સાંત્વતા આપી. તેઓએ અમને જમીન આપી દીધી અને તે 4000 રૂપિયા પણ પાછા આપ્યા, જે અમે ચૂકવ્યા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Karnataka CM

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन