કર્ણાટકના મંત્રીએ કહ્યું- ભગવો ઝંડો ભવિષ્યમાં બની શકે છે રાષ્ટ્રીય ધ્વજ
ત્રિરંગાની પ્રતિકાત્મક તસવીર
Karnataka BJP Leader says Saffron Flag May Become National Flag: કર્ણાટકમાં હિજાબનો વિવાદ વેગ પકડી રહ્યો છે અને હવે આ લડાઈ હિજાબ વિરુદ્ધ કેસરી બની ગઈ છે. દરમિયાન રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી કે.એસ. ઈશ્વરપ્પાએ કહ્યું કે ભગવો ધ્વજ ભવિષ્યમાં ક્યારેક રાષ્ટ્રધ્વજ બની શકે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કર્ણાટક (Karnataka)ના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઇશ્વરપ્પા (KS Eshwarappa)એ બુધવારે દાવો કર્યો હતો કે ભગવો ધ્વજ (Saffron Flag) ભવિષ્યમાં ક્યારેક રાષ્ટ્રધ્વજ બની શકે છે. જોકે તેમણે કહ્યું કે તિરંગો (national flag) આજે પણ રાષ્ટ્રધ્વજ છે અને બધાએ તેનું સન્માન કરવું જોઈએ. ઈશ્વરપ્પાએ કહ્યું, “સેંકડો વર્ષો પહેલા શ્રી રામચંદ્ર અને મારુતિના રથ પર ભગવા ઝંડા હતા. ત્યારે શું આપણા દેશમાં ત્રિરંગો ધ્વજ હતો? હવે આ (તિરંગો) આપણe રાષ્ટ્રધ્વજ તરીકે નિશ્ચિત છે. આ દેશનું ભોજન લેનાર દરેક વ્યક્તિએ તેનું સન્માન કરવું જોઈએ. આના પર કોઈ પ્રશ્ન જ નથી થતો."
લાલ કિલ્લા પર ભગવો ધ્વજ લહેરાવી શકાશે કે કેમ તેવા પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આજે નહીં ભવિષ્યમાં કોઈ દિવસ. એક સમયે લોકો હસતા હતા જ્યારે અમે કહેતા હતા કે અયોધ્યામાં રામ મંદિર બનશે, શું હવે અમે નથી બનાવી રહ્યા? તેવી જ રીતે ભવિષ્યમાં કોઈક સમયે 100 કે 200 કે 500 વર્ષ પછી, ભગવો ધ્વજ રાષ્ટ્રધ્વજ બની શકે છે.
કર્ણાટકના પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે હવે તિરંગાને બંધારણીય રીતે રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું કે તેનું સન્માન કરવું જોઈએ અને જે તેનું સન્માન નહીં કરે તે દેશદ્રોહી હશે.
ઇશ્વરપ્પા રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના દાવા પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે મંગળવારે હિજાબના વિરોધ દરમિયાન શિવમોગાની એક કોલેજમાં વિદ્યાર્થીઓએ ત્રિરંગાને બદલે ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. શિવકુમારના દાવાઓને "ખોટા" ગણાવતા ઈશ્વરપ્પાએ તેને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ ગણાવ્યો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર