આ કારણે દરરોજ 340 કિમીની યાત્રા કરે છે કર્ણાટકનો આ મંત્રી!

News18 Gujarati
Updated: July 5, 2018, 5:21 PM IST
આ કારણે દરરોજ 340 કિમીની યાત્રા કરે છે કર્ણાટકનો આ મંત્રી!
News18 Gujarati
Updated: July 5, 2018, 5:21 PM IST
સત્તા જવાનો ડર શું હોય છે, કર્ણાટકના લોક નિર્માણ વિભાગ મંત્રી એચડી રેવન્નાથી વધારે સારી રીતે કોણ જાણી શકે, જે સત્તા જવાના ડરમાં પ્રતિદિવસે 340 કિલોમીટરની યાત્રા કરી રહ્યાં છે.

કર્ણાટકમાં ધારાસભ્યો સહિત બધા જાણે છે કે, રેવન્ના ખરાબ નશીબથી ડરે છે અને પોતાના જીવનની નાનામાં નાની વાત માટે તેઓ જ્યોતિષનો સહારો લે છે. આ ડરના કારણે તેઓ કેબિનેટ મંત્રી હોવા છતાં રેવન્ના પ્રતિદિવસ સાત કલાકની યાત્રા કરીને ખર્ચ કરી રહ્યાં છે. આવી રીતે કર્ણાટકનો એક વરિષ્ઠ મંત્રી યાત્રામાં જ સમય પ્રસાર કરી રહ્યો છે.

જેડીએસના એક સૂત્રએ ન્યૂઝ18ને જણાવ્યું કે, જ્યોતિષે રેવન્નાને બેંગ્લોરમાં ન રોકાવાની સલાહ આપી છે. જેડીએસ નેતાએ કહ્યું કે, જો રેવન્ના બેંગ્લોરમાં રોકાી ગયા તો સરકાર પડી ભાગશે. આ જ કારણ છે કે, ધાર્મિક રૂપમાં તેઓ આ વાતનું પાલન કરી રહ્યાં છે અને બેંગ્લોરમાં રાત રોકાતા નથી. આમ પણ જ્યોતિષમાં વિશ્વાસ કરવો કે ન કરવો વ્યક્તિ પર નિર્ભર કરે છે.

આનાથી પહેલા 6 જૂને એચડી રેવન્નાએ 2.12 મીનિટ પર શપથ લીધા હતા. વિધાનસભાના સૌથી સીનિયર ધારાસભ્ય આરવી દેશપાંડેને તેમનાથી પહેલા શપથ લેવાની હતી, પરંતુ તેમને નિયમ તોડીને પહેલા શપથ લીધા. 2006માં કુમાર સ્વામી જ્યારે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે રેવન્નાએ જ તેમના આધિકારિક ઘરની વાસ્તુના હિસાબે સજાવટ કરી હતી. જો કે, કુમારસ્વામીની સરકાર વધારે દિવસો સુધી ટકી શકી નહતી.

મંત્રી એચડી રેવન્નાની ધાર્મિક પ્રથાઓમાં કેટલી આસ્થા છે તેનો એક ઉદાહરણ ત્યારે પણ જોવા મળ્યો જ્યારે હસ્સન જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ એક પુજારી પર નારાજ થઈ ગયા. તેઓ ગુસ્સે થઈને બૂમબરાડા કરતાં કહ્યું હતું કે, આ પુજારીને કોણે બોલાવ્યો છે? પાછળથી તેમને જિલ્લા પ્રશાસનને ભવિષ્યમાં સારા પુજારીની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો પરિવાર હંમેશાથી ધાર્મિક પ્રથાઓ, જ્યોતિષ, અંકવિજ્ઞાન અને વાસ્તુ પર વિશ્વાસ કરનાર રહ્યો છે.
Loading...

બુધવારે વિધાનસભાના સત્ર દરમિયાન રેવન્નાએ પોતાની સીટ બદલી નાંખી હતી, પરંતુ જ્યારે બીજેપી નેતા અને પૂર્વ મંત્રી ઈસ્વરપ્પાએ તેમની મજાક ઉડાવી તો ફરીથી પોતાની સીટ પર ચાલ્યા ગયા.

કર્ણાટકની પાછલી સિદ્ધારમૈયા સરકારે અંધ-વિશ્વાસ વિરોધી બિલ પ્રસાર કર્યો હતો. વિધાનસભામાં લાંબી ચર્ચા અને કેટલાક વિરોધ પછી આ બિલને પ્રસાર કરવામાં આવ્યો હતો. રેવન્ના જેવા નેતાના કારણે જ બિલ પાસ થવામાં લાંબો સમય લાગી ગયો, જોકે બિલ અને વાસ્તુ અને જ્યોતિષ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

સિદ્ધારમૈયા ટીવી ચેનલો પર બતાવવામાં આવતા જ્યોતિષ કાર્યક્રમ પર રોક લગાવવા માંગતા હતો, પરંતુ તેમની પાર્ટીના જ કેટલાક નેતા તેમના વિરૂદ્ધ ઉભા થઈ ગયા જેના કારણે આવું થઈ શક્યું નહી.

 
First published: July 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...