વ્યક્તિએ એક જ મંડપમાં બે સગી બહેન સાથે કર્યાં લગ્ન, વીડિયો વાયરલ થયા બાદ આવી આફત

ઇનસેટમાં દુલ્હો.

બંને પરિવાર વચ્ચે આ મામલે ચર્ચા થયા બાદ યુવકે બંને બહેન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સાતમી મેના રોજ ઉમાપતિએ સુપ્રિયા અને લલિતા બંને સાથે એક જ જગ્યા પર લગ્ન કર્યાં હતાં.

 • Share this:
  કોલાર: કર્ણાટકના કોલાર ખાતે એક અચરજ પમાડતો બનાવ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ એક જ મંડપમાં બે લગ્ન (Man married two sisters) કર્યાં હતા. બંનને કન્યા સગી બહેન છે. આ કોઈ ફિલ્મી વાર્તા નથી પરંતુ હકીકતમાં આવું થયું છે. વ્યક્તિએ કુરુદુમલે મંદિર (Temple)માં બે કન્યા સાથે લગ્ન કર્યાં હતા. સાતમી મેના રોજ થયેલા આ લગ્નનો વીડિયો (Marriage video) વાયરલ થયા બાદ તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે. ઉમાપતિ નામના દુલ્હાએ તેની એક સંબંધી લલીતા સાથે જ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, લલીતાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતા પહેલા એક શરત મૂકી હતી. મહિલાએ દુલ્હા સમક્ષ એવી શરત મૂકી હતી કે તે એવી જ સ્થિતિમાં લગ્ન કરશે જો દુલ્હો તેનો મૂંગી બહેન સાથે પણ લગ્ન કરશે.

  બંને પરિવાર વચ્ચે આ મામલે ચર્ચા થયા બાદ યુવકે બંને બહેન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સાતમી મેના રોજ ઉમાપતિએ સુપ્રિયા અને લલિતા બંને સાથે એક જ જગ્યા પર લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ઉમાપતિની ધરપકડ કરી હતી. કારણ એવું છ કે બંનેમાંથી એક બહેન સગીર છે.

  આ પણ વાંચો: સુરતમાં પોલીસ-પબ્લિક સામસામે: રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરનારાઓને સામે પોલીસે કાર્યવાહી કરી

  વર્ષ 2019માં આવો જ એક બનાવ મધ્ય પ્રદેશના ભિંડે જિલ્લામાં આવ્યો હતો. અહીં એક વ્યક્તિએ બે મહિલા સાથે લગ્ન કર્યાં હતા. આ બંને પિતરાઈ બહેન હતી. તમામનો ચોંકાવનારા આ બનાવમાં 35 વર્ષીય વ્યક્તિએ પહેલા તેની પત્ની અને ત્યાર બાદ એ જ મંડપમાં તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યાં હતાં.

  આ પણ વાંચો: ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી

  એક દુલ્હન સાથે પરણવા બે દુલ્હા જાન જોડીના પહોંચી ગયા

  ઉત્તર પ્રદેશના કન્નૌજ (Kannauj) ખાતે એક અજીબ બનાવ સામે આવ્યો છે. હકીકતમાં કન્નૌજના એક ગામમાં દુલ્હન (bride) સાથે લગ્ન (Marriage) કરવા માટે બે યુવક જાન જોડીને પહોંચી ગયા હતા. એક માંડવે બે જાન આવતી પહોંચતા લોકોને અચરજ થયું હતું. જે બાદમાં પંચાયત અને પોલીસે (Police) દરમિયાનગીરી કરીને ઝઘડો થતા અટકાવ્યો હતો અને યોગ્ય સમાધાન કાઢ્યું હતું. આ કિસ્સામાં જે સમાધાન નીકળ્યું હતું તેના વિશે જાણીને તમે વિચારમાં પડી જશો કે ખરેખર આવું થયું છે!

  આ પણ વાંચો: 27 વર્ષની યુવતીએ શરીરના એક ભાગને સુંદર બનાવવા ખર્ચી નાખ્યા દોઢ કરોડ રૂપિયા, હવે કરે છે કોરોડની કમાણી!

  કન્નૌજના સૌરિખ પોલીસ મથક હેઠળ આવતા કકલાપુર ગામમાં દુલ્હો દુલ્હનના ઘરે જાન જોડીને પહોંચી ગયો હતો. છોકરીના પરિવારજનોએ દુલ્હાનું જોરદાર સ્વાગત કર્યું હતું. લગ્નની તમામ વિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દુલ્હનનો પ્રેમી પણ જાન જોડીને પહોંચી ગયો હતો. બીજી જાનને જોઈને ગામના લોકો અને દુલ્હનના પરિવારજનો પરેશાન થઈ ગયા હતા. જોકે, આ દરમિયાન દુલ્હન ખૂબ ખુશ લાગી રહી હતી. (વાંચો આખી સ્ટોરી)
  Published by:Vinod Zankhaliya
  First published: