કર્ણાટકમાં સત્તાધારી ભાજપ સરકાર પર આરોપ લાગ્યો છે કે, મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ દીવાળી પર અમુક પત્રકારોને મિઠાઈના ડબ્બામાં એક લાખથી લઈને દોઢ લાખ સુધીની રોકડ રકમ આપી છે.
કર્ણાટકમાં સત્તાધારી ભાજપ સરકાર પર આરોપ લાગ્યો છે કે, મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ દીવાળી પર અમુક પત્રકારોને મિઠાઈના ડબ્બામાં એક લાખથી લઈને દોઢ લાખ સુધીની રોકડ રકમ આપી છે. કોંગ્રેસે શનિવારે આ મામલે મિઠાઈનો ડબ્બો લાંચ એવું નામ આપીને ન્યાયિક તપાસની માગ કરી છે, જો કે ભાજપે આ આરોપોનું ખંડન કરી ફગાવી દીધા છે.
ન્યૂ મિનિટના એક રિપોર્ટ અનુસાર, મિઠાઈના ડબ્બા લેનારા લગભગ એક ડઝન પત્રકારોમાંથી ત્રણે રોકડ રૂપિયા મળ્યા હોવાની વાત સ્વિકારી છે. તેમાંથી બે પત્રકારોએ જણાવ્યું કે, તેમણે તેને મુખ્યમંત્રી કાર્યાલયે પાછુ મોકલાવી દીધું છે. એક એન્ટી કરપ્શન એક્ટીવિસ્ટ ગ્રુપે કર્ણાટક લોકાયુક્ત પોલીસમાં બસવરાજ બોમ્મઈના મીડિયા સલાહકાર વિરુદ્ધ પત્રકારોને કથિત રીતે લાંચ આપવાનો પ્રયાસ બદલ ફરિયાદ કરી છે.
એક અન્ય પત્રકારે ન્યૂ મિનિટને જણાવ્યું છે કે, મેં મારા સંપાદકોની યાદી આપી હતી. મેં સીએમઓ અધિકારીઓને કહ્યું કે, તેને સ્વિકારી શકે નહીં અને આ ખોટુ છે. તેમણે જણાવ્યું કે, તેમના મિઠાઈના ડબ્બામાં 1 લાખ રૂપિયા રોકડા હતા. કર્ણાટક કોંગ્રેસે ટ્વિટ કરીની એક સિરીઝમાં ભાજપને સવાલ કર્યો, કે ટેક્સપેયર્સના પૈસાનો દુરુપયોગ કરીને લાંચ આપવામાં આવી ? આ પૈસાનો સ્ત્રોત શું છે ? કેટલી લાંચ આપવામા આવી અને બદલામાં આપને શું મળ્યું ? અમે કંઈ એમ જ મુખ્યમંત્રીને પેસીએમ નથી કહેતા ?
કોંગ્રેસના જયરામ રમેશથી લઈને રણદીપ સુરજેવાલા સહિત કેટલાય નેતાઓએ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે. સુરજેવાલાએ ટ્વિટ કરીને કર્ણાટકના સાહસી પત્રકારોને સલામ કરી. તેમણે સીએમ બોમ્મઈ અને તેમના કાર્યાલયના લાંચકાંડનો પર્દાફાશ કર્યો. આ તમામની વચ્ચે ભાજપે કોંગ્રેસ પર ટાર્ગેટ કરવાનો દાવો કર્યો કે, આરોપો ખોટા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર