મતદારોને આકર્ષવા મંત્રી નાગરાજે કર્યો 'નાગિન ડાન્સ', Video વાયરલ

મંત્રી નાગરાજે કર્યો નાગિન ડાન્સ (વીડિયો સ્ક્રીનશોટ)

'મન ડોલે મેરા તન ડોલે'ની ધૂનથી પ્રભાવિત થઈને મંત્રી નાગરાજ પણ ત્યાં 'નાગિન ડાન્સ' કરવા લાગ્યા

 • Share this:
  લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે નેતા કોઈ પણ પગલું ભરવામાં પાછળ નથી હટી રહ્યા. કર્ણાટકના હાઉસિંગના મંત્રી એમટીબી નાગરાજે મતદારોને આકર્ષવા માટે હોસકોટેમાં હિન્દી ફિલ્મ 'નાગિન'ની લોકપ્રિય ધૂન પર જોરદાર ડાન્સ કર્યો અને તેમના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  નાગરાજ પોતાના સમર્થકોની સાથે મંગળવાર સાંજે હોસકોટેના કાટીગેનહલ્લી ગામ ગયા હતા, જ્યાં તેઓએ કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલી માટે વોટ માંગ્યા. મોઇલી ચિકબલ્લાપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન મંત્રીના કાફલાની સાથે ચાલી રહેલા મ્યૂઝિક બેન્ડે લોકપ્રિય 'નાગિન' ધૂન વગાડવાની શરૂ કરી દીધી. 1954ની આ ફિલ્મના એક ગીત 'મન ડોલે મેરા તન ડોલે'ની ધૂન હતી અને તેનાથી પ્રભાવિત થઈને નાગરાજ પણ ત્યાં 'નાગિન ડાન્સ' કરવા લાગ્યા.

  આ પણ વાંચો, Video: આંધ્રમાં ગુસ્સે ભરાયેલા જનસેના ઉમેદવારે જમીન પર પટક્યું EVM, ધરપકડ

  પૂર્વોત્તરમાં બીજેપીનો ચહેરો અને આસામના નાણા મંત્રી હિમંત બિસ્વ શર્માનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હિમંત બિસ્વ શર્મા જોરદાર ડાન્સ કરવા જોવા મળે છે. વાયરલ વીડિયોમાં બીજેપીનું ચૂંટણી ગીત વાગી રહ્યું છે જેની પર હિમંત શર્મા ડાન્સ કરી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના સમયે મતદાતાઓને આકર્ષવા માટે નેતા દરેક તરકીબ અજમાવવા તૈયાર જોવા મળી રહ્યા છે. જોકે, મતદાતા તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે કે નહીં તે 23 મેના રોજ જાણી શકાશે.
  Published by:Mrunal Bhojak
  First published: