Home /News /national-international /Karnataka Hijab Row: હિજાબ મામલે શીખ મહિલા મેદાને, કહ્યું - 'મુસ્લિમ મહિલાઓનો અધિકાર'

Karnataka Hijab Row: હિજાબ મામલે શીખ મહિલા મેદાને, કહ્યું - 'મુસ્લિમ મહિલાઓનો અધિકાર'

હિજાબના સમર્થનમાં બિન મુસ્લિમ મહિલા

Karnataka Hijab Row: હરિયાણાના કૈથલની એક બિન-મુસ્લિમ મહિલા ચરણજીત કૌરે પણ કર્ણાટકમાં હિજાબ પરના પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જણાવી દઈએ કે, ચરણજીતે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો, જેમાં હિજાબ પહેરેલી મહિલાને હેરાન કરવામાં આવી રહી હતી. જોકે, કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરી ન હતી. કોર્ટે કહ્યું કે, આ કેસ કર્ણાટકનો છે અને ચરણજીત હરિયાણાની વતની છે.

વધુ જુઓ ...
    બેંગ્લોર: કર્ણાટકનો હિસાબ મામલો હવે બિન મુસ્લિમ મહિલા સુધી પહોંચી ગયો છે. બિન મુસ્લિમ મહિલાઓ પણ હિજાબ વિવાદને લઈને મેદાને આવી રહી છે. જણાવી દઈએ કે, હરિયાણાના કૈથલની એક શીખ મહિલા ચરણજીત કૌરે પણ કર્ણાટકમાં હિજાબ પરના પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ચરણજીત કૌરે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો, જેમાં હિજાબ પહેરેલી મહિલાને હેરાન કરવામાં આવી રહી હતી. જો કે, આ મામલે કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરી ન હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, આ મામલો કર્ણાટકનો છે અને ચરણજીત હરિયાણાની રહેવાસી છે.

    આ  પણ વાંચો: કર્ણાટક સરકારે SCમાં કહ્યુ - હિજાબ પર પ્રતિબંધ નથી, માત્ર યુનિફોર્મ પહેરવા આદેશ

    તાજેતરમાં જ કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ 23 લોકોએ અલગ-અલગ અરજી કરી હતી, જેમાં હરિયાણાના કૈથલની શીખ મહિલા ચરણજીત કૌરે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેના પર કોઈ સુનાવણી હાથ ધરવામાં આવી ન હતી. કોર્ટ દ્વારા તેમની આ અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આ મામલો કર્ણાટકનો છે અને તમે હરિયાણાના છો. પરંતુ આ મામલામાં ચરણજીત કૌર દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવશે.

    છોકરાઓ એક મહિલાને હેરાન કરી રહ્યા:

    કૈથલના ચીકા બ્લોકના ચાંચક ગામની રહેવાસી આશા વર્કર ચરણજીત કૌરે યુટ્યુબ પર એક વિડિયો જોયો હતો, જેમાં કેટલાક છોકરાઓ હિજાબ પહેરેલી એક મહિલાને હેરાન કરી રહ્યા હતા, ત્યારે તેને દુ:ખ થયું અને આ મહિલાનું તેનાથી દર્દ જોવાયું ન હતું. તેણે હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. તેમણે કહ્યું કે, આપણા સ્વતંત્ર ભારતમાં દરેકને પોતાની રીતે જીવવાનો, કપડાં પહેરવાનો અધિકાર છે, જે આપણને બંધારણમાંથી મળ્યો છે. તેમણે કહ્યું કે, જેમ હરિયાણામાં લોકો પાઘડી પહેરે છે, મહિલાઓ બુરખો પહેરે છે, ખ્રિસ્તી મહિલાઓ સ્કાર્ફ પહેરે છે. એ જ રીતે મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે. તો પછી મુસ્લિમ છોકરીઓ માટે હિજાબ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો?



    કોર્ટે ચરણજીત કૌરને પૂછ્યું કે, તમે હરિયાણાના છો અને આ મામલો કર્ણાટકનો છે તો પછી અરજી શા માટે? તો ચરણજીતે પણ સુપ્રીમ કોર્ટને જવાબમાં કહ્યું હતું કે, આ મામલો કોઈ મુસ્લિમ યુવતી કે કર્ણાટકનો નથી, પરંતુ દેશભરમાં રહેતી તમામ મહિલાઓનો મુદ્દો છે અને તેથી જ મેં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Hijab Matter, Hijab row, Supreme Court

    विज्ञापन
    विज्ञापन