Home /News /national-international /Karnataka Hijab Row: ...તો શું કર્ણાટકમાંથી હિજાબ વિવાદ શરૂ થયો તે PFIનાં કાવતરાનો ભાગ હતો? સુપ્રીમ કોર્ટમાં સવાલ
Karnataka Hijab Row: ...તો શું કર્ણાટકમાંથી હિજાબ વિવાદ શરૂ થયો તે PFIનાં કાવતરાનો ભાગ હતો? સુપ્રીમ કોર્ટમાં સવાલ
સુપ્રીમ કોર્ટ, ભારત - ફાઇલ તસવીર
Karnataka Hijab Row: સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દાવો કર્યો હતો કે, 'વર્ષ 2022માં PFIએ સોશિયલ મીડિયા પર હિજાબ પહેરવાનું અભિયાન શરૂ કર્યું હતું. છોકરીઓને સતત મેસેજ આવી રહ્યા હતા કે, હિજાબ પહેરવો જોઈએ. તેમણે કહ્યું હતુ કે, બાળકો દ્વારા અચાનક કોઈકામ ચાલુ કરવામાં આવ્યું નથી. આ એક મોટું કાવતરું હતું અને બાળકોને જે કરવાની સલાહ આપવામાં આવી હતી તે કરી રહ્યા હતા.’
નવી દિલ્હીઃ કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ શું પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નું કાવતરું હતું? સુપ્રીમ કોર્ટમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ (એડવોકેટ જનરલ) તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, ‘વર્ષોથી ત્યાંની શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરે છે, હિજાબનો કોઈ વિવાદ નથી.’
આ મોટું કાવતરું છેઃ તુષાર મહેતા
ત્યારે એસજી તુષાર મહેતાએ દાવો કર્યો હતો કે, 'વર્ષ 2022માં PFIએ સોશિયલ મીડિયા પર હિજાબ પહેરવાનું અભિયાન શરૂ કર્યું હતું. છોકરીઓને સતત મેસેજ આવી રહ્યા હતા કે હિજાબ પહેરવો જોઈએ. આ કામ કોઈ બાળકો દ્વારા અચાનક જ શરૂ કરવામાં આવ્યું નથી. આ એક મોટું કાવતરું હતું અને બાળકો તેમની સલાહ મુજબ કરી રહ્યા હતા.’
સોલિસિટર જનરલે કહ્યું કે, 'હાઈકોર્ટ સામે રેકોર્ડ મૂકવામાં આવ્યો હતો. અમે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે અચાનક શૈક્ષણિક વર્ષની વચ્ચે આ મુદ્દો ખૂબ જ ઝડપથી સામે આવ્યો અને તેને લીધે સમાજમાં રોષ પેદા થયો હતો. હાઈકોર્ટે પણ કહ્યું હતું કે તેની તપાસ થવી જોઈએ. આ વિદ્યાર્થીઓની પોતાની વિચારસરણી નહોતી. તેમની પાસે અચાનક જ આ આંદોલન શરૂ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરવામાં આવી રહી છે.’
‘એક ધર્મને ટાર્ગેટ કર્યો’ તે કહેવું ખોટુંઃ સોલિસિટર જનરલ
તુષાર મહેતાએ કહ્યું કે, યુનિફોર્મ મુદ્દાને કોઈ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. હિજાબ વિવાદ થયા પછી કેટલાંક વિદ્યાર્થીઓ ભગવી શાલ ઓઢીને આવવા લાગ્યાં હતા. ત્યારે તેમને પણ અટકાવ્યાં હતાં. તેથી એક જ ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે કહેવું ખરેખર બહુ ખોટું છે. આ માત્રને માત્ર યુનિફોર્મનો જ મુદ્દો છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર