Home /News /national-international /Karnataka hijab controversy: હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ મામલો મોટી બેન્ચને મોકલી આપ્યો
Karnataka hijab controversy: હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ મામલો મોટી બેન્ચને મોકલી આપ્યો
કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court)ની સિંગલ બેન્ચે હિજાબ પ્રતિબંધના (Karnataka hijab controversy) કેસને મોટી બેંચને મોકલી આપ્યો છે. સિંગલ બેન્ચે કોલેજોમાં છોકરીઓને હિજાબ પહેરવાની છૂટ આપતો વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે વચગાળાની રાહતને મોટી બેંચ દ્વારા ધ્યાનમાં લેવી જોઈએ.
કર્ણાટક હિજાબ વિવાદ (Karnataka hijab controversy)માં કોંગ્રેસ (Congress) નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પણ કૂદી પડ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે મહિલાઓએ બિકીની પહેરવી કે હિજાબ તે તેમની પસંદગી છે. આ મામલે બોલવાનો કોઈને અધિકાર નથી. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, 'બિકીની પહેરો, બુરખો પહેરો, જીન્સ કે હિજાબ પહેરો, મહિલાઓનો અધિકાર છે કે તેઓને જે પહેરવું હોય તે પહેરે. અને તેમને આ અધિકાર ભારતના બંધારણમાં (Constitution Of India)થી મળ્યો છે. ભારતનું બંધારણ તેમને કંઈપણ પહેરવાની ખાતરી આપે છે. તેથી મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો.
અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સ વાંચો-
> કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court)ની સિંગલ બેન્ચે હિજાબ પ્રતિબંધના કેસને મોટી બેંચને મોકલી આપ્યો છે. સિંગલ બેન્ચે કોલેજોમાં છોકરીઓને હિજાબ પહેરવાની છૂટ આપતો વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે વચગાળાની રાહતને મોટી બેંચ દ્વારા ધ્યાનમાં લેવી જોઈએ.
> બેંગ્લોરમાં શાળા અને કોલેજો પાસે વિરોધ પ્રદર્શન કરવા પર બે સપ્તાહનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
હિજાબ વિવાદમાં PFI અને CFIની ભૂમિકાની તપાસ કરવામાં આવશે: કર્ણાટકના શિક્ષણ પ્રધાન
કર્ણાટકના પ્રાથમિક ઉચ્ચ શિક્ષણ મંત્રી બીસી નાગેશે હિજાબ વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. કર્ણાટકના શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે અમે આ વિવાદમાં કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI)ની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ. અમને શંકા છે કે ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની વિદ્યાર્થી પાંખ CFIનો આ વિવાદ સર્જવામાં હાથ છે. બીસી નાગેશે CNN-NEWS18 સાથેની ખાસ વાતચીતમાં આ વાત કહી. નાગેશે કહ્યું, “અમે PFI અથવા CFIની ભૂમિકાને નકારી શકીએ નહીં. આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ અમે તેના પર જરૂરી કાર્યવાહી કરીશું.
કર્ણાટકની કોલેજમાં NSUIએ ભગવા ધ્વજને બદલે ત્રિરંગો ફરકાવ્યો કોંગ્રેસની વિદ્યાર્થી સંસ્થા NSUI એ કર્ણાટકમાં ફર્સ્ટ ગ્રેડ કોલેજમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. NSUએ દાવો કર્યો છે કે અગાઉ અહીં ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. NSUI એ આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે. ત્રિરંગો સર્વોચ્ચ છે અને સર્વોચ્ચ રહેશે. સાંપ્રદાયિક શક્તિઓ ગમે તેટલી કોશિશ કરે, અમે દેશને ધર્મના નામે નફરતની આગમાં સળગવા દઈશું નહીં. જ્યાં પણ આરએસએસ-ભાજપ દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરશે, એનએસયુઆઈ તેમના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે કામ કરશે.
હિજાબ વિવાદને લઈને રાજ્યમાં ત્રણ દિવસ માટે હાઈસ્કૂલ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. ANIની ખબર મુજબ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના નિર્દેશ પર રાજ્યમાં હાઈસ્કૂલ અને કોલેજો 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
મધ્ય પ્રદેશમાં યુનિફોર્મ ડ્રેસ કોડ
હિજાબનો વિવાદ ચરમસીમાએ છે ત્યારે મધ્યપ્રદેશ સરકારે કહ્યું છે કે તે શાળાઓમાં સમાન ડ્રેસ કોડ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે ભાજપ શાસિત બે રાજ્યોએ આ વિચાર પર શંકા વ્યક્ત કરી છે. બિહાર અને ત્રિપુરાએ આ વિચારને નકારી કાઢ્યો છે, જ્યારે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાનોએ ભાજપના વિચાર પર આકરી પ્રતિક્રિયા આપી છે.
હિજાબ વિવાદ પાછળ કોંગ્રેસનો હાથ-ભાજપ
હિજાબ વિવાદ પર કર્ણાટક બીજેપી યુનિટે આમાં કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું છે. કર્ણાટક બીજેપીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમે કહેતા આવ્યા છીએ કે હિજાબ વિવાદની જન્મદાતા કોંગ્રેસ છે. આનો પુરાવો એ છે કે હાઈકોર્ટમાં હિજાબની તરફેણમાં દલીલ કરનાર વકીલ કોંગ્રેસના લીગલ સેલના પ્રતિનિધિ છે. કોંગ્રેસ આ દિશામાં કામ કરી રહી છે તે કહેવા માટે શું બીજા ઉદાહરણની જરૂર છે? ભાજપે કોંગ્રેસ પર સમાજને તોડવાનો આરોપ લગાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર