Home /News /national-international /Karnataka Hijab Controversy: પ્રિયંકા ગાંધીએ કહ્યું- 'બિકિની પહેરે કે હિજાબ, તે મહિલાનો અધિકાર'

Karnataka Hijab Controversy: પ્રિયંકા ગાંધીએ કહ્યું- 'બિકિની પહેરે કે હિજાબ, તે મહિલાનો અધિકાર'

કર્ણાટક હિજાબ વિવાદ અંગે હવે પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે.

Karnataka Hijab Controversy: કર્ણાટક હિજાબ વિવાદ અંગે હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)નું કહેવું છે કે મહિલાઓ બિકિની પહેરે કે હિજાબ આ તેમની ચોઈસ છે. ભારતનું બંધારણ તેને કંઈપણ પહેરવાની ગેરંટી આપે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. કર્ણાટક હિજાબ વિવાદ (Karnataka Hijab Controversy) અંગે હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)નું કહેવું છે કે મહિલાઓ બિકિની પહેરે કે હિજાબ આ તેમની ચોઈસ છે. આ મામલે કોઈને બોલવાનો હક નથી. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘બિકીની પહેરો, ઘૂંઘટ પહેરો, જીન્સ પહેરો કે પછી હિજાબ, આ મહિલાઓનો અધિકાર છે કે તેઓ શું પહેરે. અને તેને આ અધિકાર ભારતના બંધારણમાંથી મળ્યો છે. ભારતનું બંધારણ તેને કંઈપણ પહેરવાની ગેરંટી આપે છે. તેથી મહિલાઓને ત્રાસ આપવાનું બંધ કરો. લડકી હું, લડ શકતી હું.’

  સંસ્થાના પોતાના ડ્રેસ કોડ, તેના પર સાંપ્રદાયિક ખીલી ન મારો: નકવી

  કર્ણાટકમાં હિજાબને લઈને થઈ રહેલા હંગામા પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું, હિજાબ અંગે થઈ રહેલો વિવાદ યોગ્ય નથી. તેમણે કહ્યું, આપણા દેશમાં લઘુમતી લોકોના આર્થિક, સામાજિક, શૈક્ષણિક અધિકાર સમાન છે. એટલા માટે હિજાબ પર કોઈપણ પ્રકારનો હંગામો ઠીક નથી. જે સંસ્થાઓ હોય છે તેમના પોતાના ડ્રેસ કોડ હોય છે, તેના પર સાંપ્રદાયિક ખીલી ન મારો.

  નોબેલ પુરસ્કાર વિજેતા પાકિસ્તાની મલાલા યુસુફઝાઈ (Malala Yousafzai)એ હિજાબ વિવાદ અંગે પોતાનો મત વ્યક્ત કર્યા બાદ દેશના બીજેપી નેતાઓએ તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે. કર્ણાટકના દિગ્ગજ ભાજપ નેતા સીટી રવિ (C T Ravi)એ કહ્યું કે મલાલા યુસુફઝાઈ ભારતના આંતરિક મામલામાં બોલનારી કોણ છે?

  શું છે મામલો?

  કર્ણાટકની ઉડુપી સરકારી કોલેજમાં હિજાબ પહેરેલી છ વિદ્યાર્થિનીઓને ક્લાસમાં જતી અટકાવવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ આ નિર્ણયનો કોલેજની બહાર જ વિરોધ કર્યો હતો. આ વિરોધમાં સામેલ એક વિદ્યાર્થિનીએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો હતો કે વર્ગમાં હિજાબ ન પહેરવાની વાતથી તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો: Explained: રાજકારણથી કોર્ટ સુધી બધા કર્ણાટકના હિજાબ વિવાદમાં થયા સામેલ, સમજો શું કહે છે નિયમો

  તો આ મુદ્દે તાલિબાને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તાલિબાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને પરદામાં રહેવું પડશે.

  કર્ણાટક (Karnataka)ની ઉડુપી કોલેજ (Udupi College)થી શરૂ થયેલો હિજાબ વિવાદ દેશભરમાં ચર્ચામાં છે. મહિલા સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજની વિદ્યાર્થીનીઓનો ઉલ્લેખ રાજકારણથી લઈને કોર્ટ સુધી દરેક જગ્યાએ થઈ રહ્યો છે. આ મામલે કર્ણાટક વિધાનસભામાં આજે 11 વાગ્યે મુખ્યમંત્રી બાસવરાજ બોમ્બઈની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવાની છે.

  આ પણ વાંચો: કર્ણાટકમાં હિજાબ પર હંગામો, 3 દિવસ માટે તમામ શાળા-કોલેજો બંધ, શિમોગામાં કલમ-144 લાગુ

  અમિત માલવિયએ કહ્યું- શિક્ષણની જગ્યાએ હિજાબ શા માટે

  બીજી તરફ ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અમિત માલવિયએ કહ્યું છે કે, કુરાનનો પહેલો શબ્દ છે ઇકરા જેનો અર્થ છે અભ્યાસ. પરંતુ કર્ણાટકમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે જ્ઞાનની શોધ તો બિલકુલ નથી. આ તો શિક્ષણ સિવાય બધું જ છે. અહીં ધર્મના નામે યુવતીઓને શિક્ષણને બદલે હિજાબ પસંદ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. લઘુમતી સંસ્થાઓમાં અત્યાર સુધી આવા મુદ્દાને લઈને જે દબદબો જોવા મળ્યો હતો, તે હવે ઢોળાવ પર છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Karnataka news, National News in gujarati, Priyanka gandhi, કર્ણાટક

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन