બેંગલુરુ : કર્ણાટક સરકારે શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court) સામે તર્ક આપ્યો કે હિઝાબ પહેરવો (Karnataka Hijab Row)ઇસ્લામની એક આવશ્યક ધાર્મિક પ્રથા નથી અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેના ઉપયોગને રોકવો ધાર્મિંક સ્વતંત્રતાની સંવૈધાનિક ગેરન્ટીનું ઉલ્લંઘન નથી.
કર્ણાટક સરકારના એડવોકેટ જનરલ (Karnataka Advocate General) પ્રભુલિંગ નવદગીએ (Prabhuling Navadgi)કર્ણાટક હાઇકોર્ટના ન્યાયમૂર્તિ રિતુ રાજ અવસ્થી, ન્યાયમૂર્તિ જેએમ ખાજી અને ન્યાયમૂર્તિ કૃષ્ણા એમ દિક્ષિતની બેન્ચને જણાવ્યું કે અમે એક સ્ટેન્ડ લીધો છે કે હિઝાબ પહેરવો ઇસ્લામનો એક અનિવાર્ય ધાર્મિક ભાગ નથી.
એડવોકેટ જનરલે કર્ણાટક હાઇકોર્ટ સામે એ પણ તર્ક આપ્યો કે રાજ્ય સરકારનો 5 ફેબ્રુઆરીનો આદેશ પુરી રીતે કાનૂન સમ્મત હતો અને આ નિર્ણય પર આપત્તિ ઉઠાવવાનો કોઇ ઠોસ આધાર બનતો નથી. જોકે તેમણે સ્વીકાર કર્યો કે સરકારી આદેશમાં એકતા અને સમાનતાના અનુરુપ કપડો ને નિર્ધારિત કરનાર ભાગને સારી રીતે લખી શકાતો હતો.
એડવોકેટ જનરલ પ્રભુલિંગ નવદગીએ કહ્યું કે ડ્રાફ્ટમેન થોડો ઉત્સાહિત થઇ ગયો હતો એવું પ્રતિત થાય છે. તેનો મતલબ એ હતો કે જો કોઇ ડ્રેસ કોડ નિર્ધારિત નથી તો કૃપયા સારા કપડા પહેરો. હું માનું છું કે તેને વધારે સારી રીતે લખી શકાયું હોત.
કર્ણાટક સરકારના એડવોકેટ જનરલે કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓના તે આરોપોને પણ ફગાવી દીધા છે. જેમણે 5 ફેબ્રુઆરીએ કર્ણાટક સરકારના આદેશને પડકાર આપ્યો હતો. જેમાં વિદ્યાર્થિનીને હિઝાબ કે ભગવા સ્કાર્ફ પહેરવાથી પ્રતિબંધિત કર્યા હતા. મુસ્લિમ વિદ્યાર્થિનીનો તર્ક હતો કે રાજ્ય સરકારનો આ આદેશ સંવિધાનના આર્ટિકલ 25નું ઉલ્લંઘન છે. આર્ટિકલ 25 ભારતના નાગરિકોને અંત કરણ અને ધાર્મિક માન્યતાઓના પાલન અને વ્યવસાય, ધાર્મિક આચરણ અને પ્રચારની સ્વતંત્રતા આપે છે.
શું છે વિવાદ
લગભગ એક મહિના પહેલા હિજાબ પહેરેલી છ વિદ્યાર્થિનીઓને ઉડુપીની એક સરકારી કોલેજમાં ક્લાસમાં જતી અટકાવવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ આ નિર્ણયનો કોલેજની બહાર જ વિરોધ કર્યો હતો. આ વિરોધમાં સામેલ એક વિદ્યાર્થિનીએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે, અન્ય વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો હતો કે વર્ગમાં હિજાબ ન પહેરવાની વાતથી તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર