કર્ણાટકમાં 1 જૂનથી ખુલશે મંદિર, 52 મંદિરોમાં બુધવારથી ઓનલાઇન સેવા શરુ થશે

News18 Gujarati
Updated: May 26, 2020, 10:18 PM IST
કર્ણાટકમાં 1 જૂનથી ખુલશે મંદિર, 52 મંદિરોમાં બુધવારથી ઓનલાઇન સેવા શરુ થશે
પ્રતિકાત્મક તસવીર

રાજ્ય સરકારે નિર્દેશ જાહેર કરતા કહ્યું કે દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે

  • Share this:
બેંગલુરુ : કર્ણાટક સરકારે (Karnataka government) 1 જૂનથી રાજ્યના બધા મંદિરોને ખોલવાની જાહેરાત કરી છે. મંદિર ખોલવાની જાહેરાત કર્યા પછી રાજ્ય સરકારે નિર્દેશ જાહેર કરતા કહ્યું કે દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

રાજ્યના મંત્રી કોટા શ્રીનિવાસ પુજારીએ મંદિરો ખોલવાની જાણકારી આપતા કહ્યું કે કર્ણાટક સરકારે 1 જૂનથી મંદિરો ખોલવાનો નિર્ણય કર્યો છે પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. જલ્દી સરકાર આ માટે દિશા નિર્દેશ જાહેર કરશે. રાજ્ય સરકારના મતે ભક્તોના દર્શન માટે 31 મે સુધી બધા મંદિર જરુરી તૈયારીઓ પુરી કરશે. આ સિવાય 27 મે થી 52 મંદિરોમાં ઓનલાઇન સેવા શરુ થશે.

આ પણ વાંચો - દિલ્હી, યૂપી, મુંબઈમાં પડી રહી છે ભીષણ ગરમી, આ રાજ્યોમાં IMDએ જાહેર કર્યું ભારે વરસાદનું એલર્ટ

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના (Coronavirus) કારણે 25 માર્ચે લૉકડાઉનની (Lockdown)જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લૉકડાઉનમાં અન્ય ગતિવિધિઓની જેમ ધાર્મિક સ્થળો અને આયોજનો પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. લૉકડાઉનના ચોથા ચરણમાં પણ મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એવા સમયે મંદિર ખોલવાની જાહેરાત કરનાર કર્ણાટક દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કર્ણાટકમાં કોરોનાના નવા 100 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 2282 થઈ ગઈ છે.
First published: May 26, 2020, 10:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading