કર્ણાટકે બનાવ્યો પોતાનો રાજ્ય ધ્વજ, કેન્દ્ર સરકાર પાસે માંગી મંજૂરી
કર્ણાટકનો નવો રાજ્ય ધ્વજ
કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકાર દ્વારા ગુરુવારે રાજ્ય ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લાલ, સફેદ અને પીળા રંગના આ ધ્વજનું નામ 'નાદ ધ્વજ' રાખવામાં આવ્યું છે. આ ધ્વજની વચ્ચોવચ્ચ રાજ્યના પ્રતીક એવા બે માથા વાળા પક્ષી 'ગંધાભેરુન્ડા' પણ છે.
કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકાર દ્વારા ગુરુવારે રાજ્ય ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લાલ, સફેદ અને પીળા રંગના આ ધ્વજનું નામ 'નાદ ધ્વજ' રાખવામાં આવ્યું છે. આ ધ્વજની વચ્ચોવચ્ચ રાજ્યના પ્રતીક એવા બે માથા વાળા પક્ષી 'ગંધાભેરુન્ડા' પણ છે.
રાજ્યના ધ્વજની ડિઝાઇન તૈયાર કરવા માટે પ્રખ્યાત કન્નડ લેખક અને વિદ્વાન હમ્પા નાગરાજૈયાના વડપણ હેઠળ એક સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ આજે સવારે વિધાનસભામાં નવી ડિઝાઇન રજૂ કરી હતી.
મુખ્યમંત્રીએ ડિઝાઇનનો સ્વીકાર કરી લીધો છે અને સમિતિને આશ્વાસન આપ્યું છે કે તે આને કેન્દ્ર સરકારને મોકલી આપશે. તેમણે કહ્યું કે, રાજ્યનો અલગ ઝંડો બનાવવો ગેરબંધારણીય નથી. તમામ રાજ્ય પોતાનો ધ્વજ બનાવી શકે છે.
આ પહેલા રાજ્યમાં કન્નડ સંગઠનો દ્વારા અનૌપચારિક રીતે પીળા અને લાલ રંગથી બનેલા ધ્વજનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ધ્વજનો ઉપયોગ અનેક વખત સરકારી કાર્યક્રમોમાં પણ કરવામાં આવતો હતો. લોકો તરફથી સતત અલગ ધ્વજ બનાવવાની માંગણીને લઈને સિદ્ધારમૈયાએ આ માટે સમિતિની રચના કરી હતી.
જ્યારે આ કિમિટ બનાવવામાં આવી તે સમયે બીજેપી તેમજ સત્તાધારી કોંગ્રેસ પક્ષ વચ્ચે ઘણા આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. શોભા કરંદલાજે સહિત અનેક ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સિદ્ધારમૈયાની સરકાર ભાગલાની રાજનીતિ કરી રહી છે. પરંતુ લોકોમાં જ્યારે આ વાતનો વિરોધ થવા લાગ્યો ત્યારે બીજેપીએ પણ વિરોધ પડતો મૂકીને મૌન ધારણ કરી લીધું હતું.
ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 'કન્નડ ધ્વજ અસંવૈધાનિક નથી. બંધારણમાં આ અંગે કોઈ રોક નથી. આ માટે ફક્ત એક જ નિયમ છે કે રાજ્યના ધ્વજને હંમેશા રાષ્ટ્રના ધ્વજ નીચે ફરકાવવાનો હોય છે. અમે આનું પાલન કરીશું. અમે આ ડિઝાઇન કેન્દ્ર સકરારને મોકલીશું. આવી માંગણી છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી. મને ખુશી છે કે અમને આખરે 'કન્નડ ધ્વજ' મળી ગયો છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર