કર્ણાટક : વ્હિપ જારી કરવાનો અમારો અધિકાર, કોર્ટ હટાવી શકે નહીં: કોંગ્રેસ

News18 Gujarati
Updated: July 19, 2019, 8:06 PM IST
કર્ણાટક : વ્હિપ જારી કરવાનો અમારો અધિકાર, કોર્ટ હટાવી શકે નહીં: કોંગ્રેસ
કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી સી પરમેશ્વરે કહ્યું છે કે અમે 2 પ્રમુખ મુદ્દા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે

કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી સી પરમેશ્વરે કહ્યું છે કે અમે 2 પ્રમુખ મુદ્દા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે

  • Share this:
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ બંને પાર્ટીઓ પોતાની ગઠબંધન સરકારને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી સી પરમેશ્વરે કહ્યું છે કે અમે 2 પ્રમુખ મુદ્દા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. પ્રથમ પાર્ટીઓને પોતાના ધારાસભ્યોને વ્હિપ જારી કરવાનો અધિકાર છે અને તેને કોઈપણ કોર્ટ દ્વારા હટાવી શકાય નહીં. જ્યારે સદનમાં સત્ર હોય ત્યારે ગર્વનર વિશ્વાસ મત માટે દિશા-નિર્દેશ કે સમય-સીમા જારી કરી શકતા નથી.

આ પહેલા સ્પીકર કેઆર રમેશ કુમારે કહ્યું હતું કે મને અત્યાર સુધી કોઈ ધારાસભ્યે લેખિતમાં સુરક્ષાની માંગણી કરી નથી. આવી સ્થિતિમાં કોઈને સુરક્ષા આપી શકું નહીં. મને ખબર નથી કે તેમણે સરકારને લખ્યું છે કે નહીં. હું કોઈને બાંધીને અહીં લાવી શકું નહીં. એક વ્યક્તિને બોલવા દેવાનું શરુ કરો. આ દરમિયાન તમે નેતા મળીને એક સમૂહ બનાવો અને મને તમારો નિર્ણય બતાવો. હું સાંજે 7.30 પછી આગળ બેસી શકીશ નહીં.

બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે બપોરે 1.30 કલાકે વિશ્વાસ મત પૂરા કરવાના રાજ્યપાલના પત્રને પડકાર આપવા સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ, કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાના આદેશ બાદ પણ વિધાનસભામાં એચડી કુમારસ્વામી સરકારની બહુમત સાબિત કરવાની પ્રક્રિયા પૂરી નથી થઈ શકી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે રાજ્યપાલના નિર્દેશ મુજબ બપોરે દોઢ વાગ્યા સુધીમાં ટ્રસ્ટ વોટ પૂરો નહીં કરી શકાય. એવામાં કર્ણાટકમાં રાજકીય સંકટ વધુ ઘેરાતું જઈ રહ્યું છે.

મૂળે, રાજ્યપાલે કહ્યું હતું કે બપોર સુધી બહુમત સાબિત કરવાની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવે. એમ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું રાજ્યપાલ વિધાનસભામાં સ્પીકરના અધિકારથી આગળ વધી આદેશ આપી શકે છે. હકિકતમાં તેની પર સુપ્રીમ કોર્ટનો એક આદેશ છે, જેના આધારે ગઠબંધન સરકાર રાજ્યપાલના આદેશ માનવાથી બચી શકે છે.

વિધાનસભામાં આજે પણ ફ્લોર ટેસ્ટ નથી થયો, જ્યારે રાજ્યપાલને જે 1:30 વાગ્યાની ડેડલાઇન આપી હતી તે પાર થઈ ગઈ છે. એવામાં ભાજપ હવે ફરી રાજ્યપાલની પાસે જઈ શકે છે. તો બીજી તરફ સ્પીકર પણ તેમને હાલની સ્થિતિ સમજાવી શકે છે.કર્ણાટક વિધાનસભા Updates:

- કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે જણાવ્યું કે, રાજ્યપાલનો આદેશ પળાયો કે નહીં, તે મુખ્યમંત્રીએ નક્કી કરવાનું છે કારણ કે પત્ર તેમને લખવામાં આવ્યો છે, તેથી તેમને જ નક્કી કરવાનું છે.

- વિધાનસભામાં કુમારસ્વામીએ ભાજપ પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે હું પણ જોઉં છું કે તમે કેટલા દિવસ સુધી સત્તામાં રહો છો. તમે સત્તા મેળવવા માટે દરેક પ્રકારના પ્રયાસમાં લાગ્યા છો.
- કુમારસ્વામીએ વિશ્વાસમતનો આગ્રહ કર્યો. ત્યારબાદ તેઓએ કહ્યું કે વિશ્વાસ મતના મુદ્દે ચર્ચા કરવાની આવશ્યક્તા છે અને તેને આજે બપોરે 1.30 વાગ્યા સુધી પૂરી નહીં કરી શકાય. તેઓએ કહ્યુ કે, પહેલા તમામને બોલવા અને ચર્ચા કરવા દેવા જોઈએ.
- આ દરમિયાન કર્ણાટકની સ્થિતિને લઈ લોકસભામાં પણ હોબાળો થયો. કોંગ્રેસ સભ્ય કર્ણાટકની સ્થિતિ વિશે વાત કરવા માંગતા હતા, પરંતુ સ્પીકર ઓમ બિરલાએ તેમની વાત ન માની. કર્ણાટકની સ્થિતિને લઈ કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ આપી હતી.
- કુમારસ્વામીએ ફરી એકવાર કહ્યું કે કોઈ પણ પદની લાલસા નથી. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી પદ સ્વીકારવાનો આગ્રહ કર્યો હતો.
- કુમારસ્વામીનું સરેન્ડર, ગૃહમાં કહ્યુ- અમારી સરકાર અંતિમ ચરણમાં છે.
- એચડી કુમારસ્વામીએ ગૃહમાં કહ્યું કે, તેઓ હજુ પણ ભગવાનને એક જ સવાલ પૂછે છે કે તેમને આવી પરિસ્થિતિઓમાં કર્ણાટકના મુખ્યમંત્રી કેમ બનાવ્યા.
- ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલા વિધાનસભા સ્પીકર રમેશ કુમારે કહ્યું કે જે લોકો મારી પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમને એ વાત પર વિચારવું જોઈએ કે તેઓ નિષ્પક્ષ થઈને આ મામલામાં નિર્ણય લઈ શકે છે.

શુક્રવારે કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પહેલા દિવસથી જ ભાજપ સરકારને તોડવાની ફિરાકમાં છે. કુમારસ્વામીએ વધુમાં કહ્યું કે, વર્ષ 2009માં જ્યારે નોર્થ કર્ણાટકમાં પૂર આવ્યું હતું ત્યારે યેદિયુરપ્પા સરકાર મુશ્કેલીમાં આવી ગઈ હતી. તે સમયે તેઓએ ભાજપ સામે હાથ જોડ્યા હતા કે તેમને સીએમની ખુરશીથી ન હટાવવામાં આવે પરંતુ હું કોઈની સામે હાથ નહીં જોડું.

ગુરુવારે વિધાનસભા ઉપાધ્યક્ષ કૃષ્ણા રેડ્ડીએ કોંગ્રેસના સભ્યો દ્વારા ભાજપ વિરુદ્ધ કરવામાં આવેલા સૂત્રોચ્ચાર બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. જોકે, ત્યાં સુધી ગૃહમાં કુમારસ્વામી તરફથી વિશ્વાસ મત પર પોતાની વાત રજૂ કરવાની બાકી હતી.

ગૃહની કાર્યવાહીમાં ગુરુવારે 20 ધારાસભ્યો નહોતા પહોંચ્યા. તેમાં 17 સત્તાધારી ગઠબંધનના છે. બળવાખોર ધારાસભ્યોમાંથી 12 હાલ મુંબઈની એક હોટલમાં રોકાયેલા છે.

ગૃહની કાર્યવાહી સ્થગિત થતાં પહેલા, ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ જાહેરાત કરી કે તેમની પાર્ટીના સભ્ય આખી રાત ગૃહમાં જ રહેશે અને વિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય થાય ત્યાં સુધી ગૃહમાં જ રહેશે. ગુરુવાર રાત્રે યેદિયુરપ્પા સહિત તમામ નેતા ગૃહમાં જ ઊંઘી ગયા.

ગુરુવારે રાજ્યપાલ વજુભાઈ વાળએ કુમારસ્વામીએ પત્ર લખ્યો હતો. તેઓએ લખ્યું કે, જોકે, અનુચ્છેદ 175 (2) હેઠળ એક વિચારના રૂપમાં સંદેશ અધ્યક્ષને મોકલવામાં આવે છે. મને સૂચિત કરવામાં આવ્યો છે કે ગૃહ આજે સ્થગિત છે. આ પરિસ્થિતિઓમાં આપને અનુરોધ કરું છું કે આપ શુક્રવારે 1.30 વાગ્યા કે તેનાથી પહેલા ગૃહમાં પોતાનું બહુમત સાબિત કરો.
First published: July 19, 2019, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading