કર્ણાટકમાં 12 મેના રોજ થશે મતદાન, 15 મેના મતગણતરી

 • Share this:
  કર્ણાટકમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી આયોગ આજે તારીખોની જાહેરાત થઈ ગઈ છે.  કર્નાટકમાં 12 મેના મતદાન થશે અને  18 મેના રોજ  મતગણતરી કરવામાં આવશે. કર્ણાટકમાં એક જ તબક્કામાં મતદાન કરવામાં આવશે.

  કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી આયોગ પ્રમાણે કર્ણાટકમાં 4 કરોડ 96 લાખ વોટર છે. 97 ટકા મતદાતાઓના ઓળખપત્રો આપી દેવામાં આવ્યાં છે. આ વખતે કર્ણાટકમાં 56 હજા પોલિંગ બૂથ બનાવવામાં આવશે. 28 મે પહેલા બધી જ પ્રક્રિયાઓ પુરી કરી દેવામાં આવશે.

  મુખ્ય ચૂંટણી આયોગે જણાવ્યું કે કર્ણાટકની જનસંખ્યાના 72 ટકા લોકો વોટર છે. આજથી જ કર્ણાટકમાં ચૂંટણી આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી રાતના 10 વાગ્યાથી સવારના 6 કલાક સુધી લાઉડસ્પીકર બંધ રાખવામાં આવશે.

  મુખ્ય ચૂંટણી આયોગ ઓમ પ્રકાશ રાવતે કહ્યું કે રાજ્યમાં પોલિંગ બૂથો પર ઈવીએમની સાથે વીવીપેટ મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

  કોંગ્રેસ દક્ષિણ ભારતમાં પોતાના અંતિમ ગઢને બચાવવાની પૂરજોશથી પ્રયત્નો કરી રહી છે. જ્યાં બીજેપીનો પ્રયાસ પોતાના પ્રતિદ્વંદીને સત્તામાંથી બેદખલ કરવાનો છે. આ ચૂંટણીમાં દેવેગૌડાની જેડીએસ ત્રીજી માટી પાર્ટી તરીકે બહાર આવી છે.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કર્નાટકની મુલાકાત કરી રહ્યાં છે. જ્યારે ભાજપ તરફથી અમિત શાહ કર્નાટક પર નજર રાખી રહ્યાં છે. કર્નાટક ચૂંટણી એકવાર ફરી કોંગ્રેસ અને બીજેપી માટે ઈજ્જતનો સવાલ બનતો દોખાઈ રહ્યો છે. યુપીની બે વિધાનસભા સીટ હાર્યા પછી ભાજપાએ કર્નાટક પર પોતાનો પુરો દમ લગાવી દીધો છે. જ્યારે કોંગ્રેસ તરફથી ભાજપને હરાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

  આ પહેલા 2013ની ચૂંટણીમાં 224 સભ્યો વિધાનસભા કોંગ્રેસે કુલ 122 સીટો જીતી હતી. આ વખતની ચૂંટણી પૂર્વ સર્વેમાં કોંગ્રેસ માટે પછી સારી ખબર સામે આવી છે. સી-ફોરએ કરાયેલ સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું કે કોંગ્રેસ આ વખતે પોતાની સરકાર તો બચાવશે અને સાથે ગયા વખત કરતાં વધારે સીટો જીતશે.
  Published by:Kaushal Pancholi
  First published: