કર્ણાટક ચૂંટણીઃ શું યેદિયુરપ્પા પાસેથી સોનિયા જેવી કુરબાની લેવડાવશે બીજેપી?

 • Share this:
  સુમિત પાંડે

  વર્ષ 1999માં 13 મહિનાની અટલ બિહારી વાજપાયીની સરકાર તૂટી પાડ્યા બાદ સોનિયા ગાંધીએ જ્યારે બહુમતનો દાવો કર્યો હતો ત્યારે તેમને રાજનીતિની કડવી શીખ મળી હતી. ત્યારે તેમના સલાહકાર અર્જુન સિંહે કહ્યું હતું કે 'પ્રવાસી પક્ષીઓ આવી રહ્યા છે.' આ વખતે સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારને સમર્થન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સોનિયા માટે આ મોટો ઝટકો હતો.

  તેના પાંચ વર્ષ બાદ 2004માં જ્યારે સોનિયા ગાંધીએ નોન-બીજેપી ગઠબંધન તૈયાર કર્યું હતું ત્યારે તેમની પાસે વડાંપ્રધાન બનવાનો મોકો હતો. એ વખતે તેમણે માસ્ટર કાર્ડ ફેંકતા વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇન્કાર કરી લીધો હતો અને આ પદ માટે મનમોહનસિંઘનું નામ આગળ ધર્યું હતું.

  કર્ણાટકમાં જે સ્થિતિ બની છે તેને જોતા 2004માં યૂપીએ સરકાર બનાવવા દરમિયાન બનેલા ઘટનાક્રમની યાદ અપાવે છે.

  આ બધું કોંગ્રેસના શિમલા કોન્ક્લેવથી શરૂ થયું હતું. જેમાં પાર્ટીએ 90ના દાયકાના પોતાના 'એકલા ચાલો' સિદ્ધાંતને છોડવાનો નિર્ણય લીધો હતો. બાદમાં કોંગ્રેસે સૌથી મોટી પાર્ટીનો દાવો કરીને વિવિધ સ્થાનિક પાર્ટીઓને સાથે લાવવાનું શરૂ કર્યું હતું.

  કર્ણાટકમાં કોંગ્રેસે જેડી-એસને રાજ્યનું સૌથી મોટું પદ ઓફર કર્યુ છે. આમાં જેડી-એસ અને બીજેપી વચ્ચે ગઠબંધનની શક્યતા નહિવત છે. કારણ કે જેડીએસ માટે કોંગ્રેસથી મોટી ઓફર બીજેપી પાસે નથી. બીજેપી 104 બેઠક જીતીને કર્ણાટકની સૌથી મોટા પાર્ટી બની છે, આથી તે વધારેમાં વધારે જેડી-એસના કુમારસ્વામીને ડેપ્યૂટી સીએમ પદ ઓફર કરી શકતી હતી.

  હવે જો બીજેપી કુમારસ્વામીને સૌથી મોટું પદ ઓફર કરશે તો બીએસ યેદિયુરપ્પાએ કુરબાની આપવી પડશે. જેની સીધી અસર લિંગાયત વોટ પર પડશે. જો બીજેપી કુમારસ્વામીને સીએમ પદ છોડવાનું કહે છે તો તેઓ જૂના મૈસૂર ક્ષેત્રના વોક્કાલિગા સમુદાય તેનાથી નારાજ થઈ જશે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ આવું જોખમ નથી લેવા નહીં માંગે.


  જેડી-એસને સમર્થન જાહેર કરીને કોંગ્રેસ એવો પણ સંદેશ આપવા માંગે છે કે તે વિવિધ ક્ષેત્રિય બિન-એનડીએ પાર્ટીઓ સાથે મળીને કામ કરવા માંગે છે. બીજી તરફ જેડીએસ જો બીજેપી સાથે ગઠબંધન કરે છે તો તેને સરકારમાં બીજું પદ જ મળશે. જ્યારે કોંગ્રેસ સાથે તેમનું ગઠબંધન વઘારે ફાયદારક રહશે. ઓછામાં ઓછો 2019 સુધી તો કોંગ્રેસ અહીં સ્થિર સરકાર રાખવાનો પ્રયાસ કરશે.

  આપણે કહી શકીએ કે કર્ણાટક ચૂંટણીમાં લોકોએ જેડી-એસને ભલે બ્રોન્ઝ મેડલ આપ્યો હોય પરંતુ તેના હાથમાં સોનું આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: