Home /News /national-international /

આઝાદ ભારતના ઇતિહાસમાં બીજીવાર અડધી રાતે ખુલી સુપ્રીમ કોર્ટ

આઝાદ ભારતના ઇતિહાસમાં બીજીવાર અડધી રાતે ખુલી સુપ્રીમ કોર્ટ

  કર્ણાટક ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને પૂર્ણ બહુમતી નથી મળી. આ કારણે રાજ્યપાલ વજૂભાઈ વાળાએ ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવનારી બીજેપી પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. રાજ્યપાલના આ નિર્ણય પછી રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. જ્યારે કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો પણ રાજ્યપાલ સામે રજૂ કરી ચુક્યાં છે.

  સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં યેદિયુરપ્પાના શપથ ગ્રહણને અટકાવવાની સ્પષ્ટ ના કહી દીધી છે, એટલે હવે નક્કી કાર્યક્રમ પ્રમાણે સવારે 9 કલાકે યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદની શપથ લેશે. આ મામલામાં આગળની સુનાવણી હવે શુક્રવારે સવારે 10.30 કલાકે થશે. કોર્ટે હવે પછીની સુનાવણીમાં બંન્ને પક્ષોના ધારાસભ્યોની યાદી લાવવા માટે કહ્યું છે.

  સુપ્રીમ કોર્ટમાં લગભગ આજે સવારે ચાર કલાક સુધી આ મામલા પર સુનાવણી થઇ. રાતે 1.45 કલાકે સુપ્રીમ કોર્ટના ના ત્રણ જજોની બેંચએ આ મામલા પર સુનાવણી શરૂ કરી દીધી હતી. જેમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સીકરી અને જસ્ટિસ બોબડે સામેલ હતાં. આ મામલામાં કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા, બીજેપી તરફથી પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી અને કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંધવી કોર્ટમાં આવ્યાં હતાં.

  કર્ણાટકના રાજ્યપાલ વજૂભાઈ વાળાએ 104 સીટોવાળી સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. બહુમતિ સાબિત કરવા માટે ભાજપ પાસે 15 દિવસનો સમય છે. કર્ણાટક ભાજપના ઓફિસિયલી ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ગુરૂવારે સવારે 9.00 વાગે બીએસ યેદિરૂપ્પા મુંખ્યમંત્રી પદની શપથ લેશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસે હોબાળો કરીને અડધી રાત્રે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ વચ્ચે કાલે બુધવારે અડધી રાત્રે રજિસ્ટ્રાર કોંગ્રેસ-જેડીએસની અરજી લઈને ચીફ જસ્ટિસના ઘરે પહોંચ્યા. ચીફ જસ્ટિસ થોડા જ સમયમાં આ બાબતે નિર્ણય લઈ શકે છે. આ પહેલા સાંજે પાંચ વાગે કોંગ્રેસ-જેડીએસે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને બહુમતિ હોવાના જરૂરી દસ્તાવેજો બતાવ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે, વજૂભાઈ વાળાએ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

  જણાવી દઈએ કે, 1996માં જ્યારે દેવગૌડા મુખ્યમંત્રી હતા, ત્યારે તેમને ગુજરાતની સરકારને ભંગ કરવાની ભલામણ રાષ્ટ્ર્પતિને કરી હતી અને તે સમયે વજૂભાઈ વાળા ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા.

  સુપ્રીમ કોર્ટના CJI દિપક મિશ્રાએ આ બાબતને લઈને એક બેન્ચની રચના કરી લીધી છે.  આ બેન્ચમાં જસ્ટિસ સિકરી, જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ બોબડે સુનવણી કરી રહ્યાં છે.

  જસ્ટિસ સિકરીએ કહ્યું કે, આંકડા બીજેપી સાથે નથી

  જસ્ટિસ સિકરીએ કહ્યું કે, આંકડા બીજેપી સાથે નથી, સુપ્રિમ કોર્ટે એટર્ની જનરલ(AG) વેણુગોપાલ રાવને કહ્યું કે, બીજેપી પાસે આંકડા નથી એટલે કે, તેમની પાસે 104 ધારાસભ્યો છે, તેમની પાસે સરકાર બનાવવા માટે પુરતી બહુમતી નથી.  તેના જવાબમાં એજીએ કહ્યું કે, મને ખબર નથી કે, બીજેપી આંકડા ક્યાંથી લાવશે. એટલે કે, બીજા ધારાસભ્યોની સંખ્યા કેવી રીતે વધારશે.

  સુપ્રિમ કોર્ટે કોંગ્રેસની ઉગ્ર દલીલ

  - સિંઘવીની બેન્ચ સામે કહ્યું કે, કોર્ટ ગવર્નરના આદેશને બિનકાયદેસર ગણાવીને રદ્દ કરી દેવામાં આવે, જેમાં યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે અથવા 112 ધારાસભ્યોથી વધારે સમર્થનવાળા કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને આમંત્રણ આપવાનો નિર્દેશ આપો.

  - સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું સુપ્રીમ કોર્ટ ગવર્નરને કોઈ પાર્ટીને સરકાર બનાવવાના આમંત્રણ આપવાથી રોકી શકે છે? આના જવાબમાં સિંઘવીએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટે આવું પહેલા પણ કર્યું છે.

  - સિંઘવીએ તે પણ કહ્યું કે, બુધવારે કોંગ્રેસ ધારાસભ્ય દળે પ્રસ્તાવ પ્રસાર કરીને જેડીએસને સમર્થનની જાહેરાત કરી છે. એચડી કુમારસ્વામીએ 37 ધારાસભ્યોના હસ્તાક્ષર પણ ગવર્નરને સુપ્રત કર્યા છે, જેમાં કોંગ્રેસના સમર્થનનું ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મનુ સિંઘવી તે વાતનો પણ સુપ્રિમ કોર્ટમાં વિરોધ નોધાવ્યો છે કે, જેમાં રાજ્યપાલ દ્વારા બીજેપીને સરકાર બનાવવવા માટે બહુમતી સાબિત કરવા 15 દિવસનો સમયગાળો આપ્યો છે. આ પહેલા આવા કોઈ જ બાબતોને લઈને સુપ્રિમ કોર્ટ તરફથી 48 કલાક આપવામાં આવતા હતા.

  સિંઘવીએ ગોવા મામલાનો ઉદાહરણ આપતા કહ્યું કે, ગોવામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવા છતાં અમને સરકાર બનાવવાથી રોકી દેવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટે પણ બીજેપીની સરકાર બનાવવાને યોગ્ય ઠેરવી હતી.

  બીજી વાર રાતે ખુલી સુપ્રીમ કોર્ટ
  સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ બીજીવાર સુપ્રીમ કોર્ટ રાતે ખુલી હતી. આ પહેલા વર્ષ 2015માં મુંબઇ બ્લાસ્ટ કેસ 1993ના આરોપી યાકૂબ મેનનને ફાંસી આપવા માટે સુપ્રીમ કોર્ટેને રાતે 3 વાગે ખોલવામાં આવી હતી. આ દરમિયાન 90 મિનિટ સુધી સુનાવણી ચાલી હતી જે પછી સુપ્રીમ કોર્ટે યાકુબની ફાંસીની અરજી નામંજૂર કરી દીધી હતી. તેને સવારે 7 વાગે નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
  First published:

  Tags: Karnataka Election, Supreme Court

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन