કર્ણાટક ચૂંટણીઃ કોંગ્રેસને હરાવવા RSSએ બનાવ્યા આ ખાસ પ્લાન

 • Share this:
  ડીપી સતીશ

  પ્રણેશની ઉંમર 60 વર્ષથી વધારે છે અને તેઓ આરએસએસના ફુલટાઇમ સ્વયંસેવક છે. આજકાલ તેઓ બીજેપી માટે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પ્રણેશ સવાર સવારમાં મતદારો અને બીજેપીના સ્થાનિક નેતાઓને મળવા માટે દક્ષિણ બેંગલુરુ પહોંચી જાય છે. ન્યૂઝ 18 સાથે વાત કરતા પ્રણેશે કહ્યું કે તેમણે 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. હવે તેઓ પાર્ટી માટે ફરીથી વોટ માંગી રહ્યા છે.

  તેમણે કહ્યું, 'બીજેપી એક સ્વતંત્ર રાજકીય પક્ષ છે. ક્યારેક અમે પાર્ટી કે કોઈ ખાસ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચારમાં મદદ કરીએ છીએ. 2014માં પણ અમે તેમની સાથે હતા. અમે કર્ણાટકમાં કોંગ્રેસને હરાવવા માંગીએ છીએ. છેલ્લા પાંચ વર્ષમાં બે ડઝનથી વધારે આરએસએસના લોકો માર્યા ગયા છે. કોંગ્રેસ સરકારે હત્યારાઓ સામે કોઈ જ કાર્યવાહી કરી નથી.'

  પ્રણેશના જણાવ્યા પ્રમાણે, તેઓ દિવસમાં ઓછામાં ઓછા 30-40 મતદારોને મળે છે. રજા અને અઠવાડિયાના અંત ભાગમાં અમે બેઠકોનું આયોજન પણ કરીએ છીએ. તેમણે કહ્યું કે ક્યારેક તેઓ બીજેપી કાર્યકર સાથે પણ લોકોને મળવા જાય છે પરંતુ મોટાભાગે તેઓ એકલા જ લોકોને મળવાનું પસંદ કરે છે.

  રાજ્યના એક બીજેપી નેતાએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક બૂથ પર આરએસએસનો ઓછામાં ઓછો એક કાર્યકર હશે. 'કર્ણાટકમાં 55 હજારથી વધારે મતદાન કેન્દ્ર છે. તેઓ દરેક જગ્યાએ હાજર હશે. કોઈ બીજી રજકીય પાર્ટી પાસે આરએસએસ જેવું કોઈ સંગઠન નથી. આનાથી અમને ફાયદો મળે છે.'

  પ્રદેશના બીજેપી પ્રમુખ બીએસ યેદિયુરપ્પાના જણાવ્યા પ્રમાણે ઉમેદવારોની પસંદગી દરમિયાન બીજેપી આરએસએસની સલાહ લે છે. તેમણે કહ્યું કે, અમુક બેઠક પર આરએસએસ દ્વારા બીજેપી ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો, અમે તેમની વાત સાંભળી છે.'

  ત્રિપુરામાં શાનદાર જીતના એક દિવસ બાદ આરએસએસએ બેંગલુરુ ખાતે રાજ્ય મુખ્યાલય ખાતે એક ઇમરજન્સી બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં બીજેપીના અમુક નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં ભાગ લેનાર એક નેતાએ જણાવ્યું હતું કે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત હતા. કર્ણાટકની હાલત જોઈને આરએસએસએ કહ્યું હતું કે અમે દરેક બૂથ પર કામ કરીશું.

  ન્યૂઝ 18 સાથે વાત કરતા રાજ્યના એક બીજેપી નેતાએ કહ્યું હતું કે, આરએસએસ હંમેશા ચૂંટણી લડવામાં અમારી મદદ કરે છે. પ્રથમ વખત આરએસએસએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બૂથની કામગીરી જોવાનો નિર્ણય કર્યો છે. આ અમારા માટે ખૂબ આનંદના સમાચાર છે. તેઓ અલગ જ રીતે અમારી મદદ કરી રહ્યા છે.'

  રાજ્યમાં અમુક આરએસએસ નેતાઓનો તર્ક છે કે સિદ્ધારમૈયા સરકારને સંઘ અને તેના સહયોગીઓ હિન્દુ વિરોધી સરકાર તરીકે જુઓ છે. એક નેતાએ જણાવ્યું હતું કે હકીકતમાં અમે કર્ણાટકમાં કોંગ્રેસી નેતાઓની વિરુદ્ધમાં નથી. તેઓ પણ સારા હિન્દુ છે અને આરએસએસને ગાળ નથી આપતા. વ્યક્તિગત રીતે અમારી તેમની સાથે કોઈ લડાઇ નથી. પરંતુ સિદ્ધારમૈયા અલગ છે. તેઓ કોમ્યુનિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. અમે તેમના વિચારોને પસંદ નથી કરતા. આ માટે જ અમે તેમને કર્ણાટકના શાસનમાથી બહાર ફેંકી દેવા માંગીએ છીએ.

  આરએસએસના એક બીજા કાર્યકરનું માનવું છે કે ઓબીસી અને લઘુમતિઓના મતો પર સિદ્ધારમૈયાની સારી એવી પકડ છે. તેમણે કહ્યું કે, 'અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ તેમની વિરુદ્ધ નથી. સિદ્ધારમૈયાને હરાવવા બીજેપી માટે સરળ નહીં હોય. અમે ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો ન બનાવી શકીએ કારણ કે અનેક બીજેપી નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે. આથી અમે દરેક વસ્તુનું સારી રીતે સંચાલન કરવા માંગીએ છીએ. આરએસએસના તમામ સ્વયંસેવકો બીજેપી માટે વોટર્સ છે. પરંતુ બીજેપીના તમામ વોટર્સ આરએસએસ નથી. આથી જરૂરી છે કે દરેક બૂથ પર અમારા લોકો હોય.'

  આરએસએસએ બીજેપીને એવું પણ કહ્યું છે કે ચૂંટણીમાં તેમના કાર્યકરોની હત્યાને મોટો મુદ્દો બનાવવો જોઈએ. આરએસએસના શીર્ષ ત્રણ નેતાઓમાંથી એક એવા દત્તાત્રેય હોસબોલે કર્ણાટકમાંથી છે. તેઓ શિમોગા જિલ્લાના હોસાબોલ ગામના વતની છે. આ જ ગામથી યેદિયુરપ્પા અને ઈશ્વરપ્પા આવે છે. તેઓ પોતાના ગૃહ રાજ્યમાં ચૂંટણીમાં મોટી ભૂમિકા નિભાવશે, કારણ કે અહીંના લોકો અને જાતિના સમિકરણોને તે બહુ સારી રીતે જાણે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: