LIVE NOW

હવે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે કોંગ્રેસ, કર્ણાટકનું આપશે ઉદાહરણ

કર્ણાટક વિધાનસભાની 224 બેઠક પૈકી 222 બેઠક માટે 12 મેનાં રોજ મતદાન યોજાયુ હતું

gujarati.news18.com | May 18, 2018, 8:11 AM IST
facebook Twitter google Linkedin
Last Updated May 18, 2018
auto-refresh

Highlights

સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં યેદિયુરપ્પાના શપથ ગ્રહણને અટકાવવાની સ્પષ્ટ ના કહી દીધી છે, એટલે હવે નક્કી કાર્યક્રમ પ્રમાણે સવારે 9 કલાકે યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદની શપથ લેશે. આ મામલામાં આગળની સુનાવણી હવે શુક્રવારે સવારે 10.30 કલાકે થશે. કોર્ટે હવે પછીની સુનાવણીમાં બંન્ને પક્ષોના ધારાસભ્યોની યાદી લાવવા માટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં લગભગ આજે સવારે ચાર કલાક સુધી આ મામલા પર સુનાવણી થઇ. રાતે 1.45 કલાકે સુપ્રીમ કોર્ટના ના ત્રણ જજોની બેંચએ આ મામલા પર સુનાવણી શરૂ કરી દીધી હતી. જેમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સીકરી અને જસ્ટિસ બોબડે સામેલ હતાં. આ મામલામાં કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા, બીજેપી તરફથી પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી અને કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંધવી કોર્ટમાં આવ્યાં હતાં.

કર્ણાટકના રાજ્યપાલ વજૂભાઈ વાળાએ 104 સીટોવાળી સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. બહુમતિ સાબિત કરવા માટે ભાજપ પાસે 15 દિવસનો સમય છે. કર્ણાટક ભાજપના ઓફિસિયલી ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ગુરૂવારે સવારે 9.00 વાગે બીએસ યેદિરૂપ્પા મુંખ્યમંત્રી પદની શપથ લેશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસે હોબાળો કરીને અડધી રાત્રે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ વચ્ચે કાલે બુધવારે અડધી રાત્રે રજિસ્ટ્રાર કોંગ્રેસ-જેડીએસની અરજી લઈને ચીફ જસ્ટિસના ઘરે પહોંચ્યા. ચીફ જસ્ટિસ થોડા જ સમયમાં આ બાબતે નિર્ણય લઈ શકે છે. આ પહેલા સાંજે પાંચ વાગે કોંગ્રેસ-જેડીએસે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને બહુમતિ હોવાના જરૂરી દસ્તાવેજો બતાવ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે, વજૂભાઈ વાળાએ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

જણાવી દઈએ કે, 1996માં જ્યારે દેવગૌડા મુખ્યમંત્રી હતા, ત્યારે તેમને ગુજરાતની સરકારને ભંગ કરવાની ભલામણ રાષ્ટ્ર્પતિને કરી હતી અને તે સમયે વજૂભાઈ વાળા ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા.

સુપ્રીમ કોર્ટના CJI દિપક મિશ્રાએ આ બાબતને લઈને એક બેન્ચની રચના કરી લીધી છે.  આ બેન્ચમાં જસ્ટિસ સિકરી, જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ બોબડે સુનવણી કરી રહ્યાં છે.

જસ્ટિસ સિકરીએ કહ્યું કે, આંકડા બીજેપી સાથે નથી

જસ્ટિસ સિકરીએ કહ્યું કે, આંકડા બીજેપી સાથે નથી, સુપ્રિમ કોર્ટે એટર્ની જનરલ(AG) વેણુગોપાલ રાવને કહ્યું કે, બીજેપી પાસે આંકડા નથી એટલે કે, તેમની પાસે 104 ધારાસભ્યો છે, તેમની પાસે સરકાર બનાવવા માટે પુરતી બહુમતી નથી.  તેના જવાબમાં એજીએ કહ્યું કે, મને ખબર નથી કે, બીજેપી આંકડા ક્યાંથી લાવશે. એટલે કે, બીજા ધારાસભ્યોની સંખ્યા કેવી રીતે વધારશે.

સુપ્રિમ કોર્ટે કોંગ્રેસની ઉગ્ર દલીલ

- સિંઘવીની બેન્ચ સામે કહ્યું કે, કોર્ટ ગવર્નરના આદેશને બિનકાયદેસર ગણાવીને રદ્દ કરી દેવામાં આવે, જેમાં યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે અથવા 112 ધારાસભ્યોથી વધારે સમર્થનવાળા કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને આમંત્રણ આપવાનો નિર્દેશ આપો.

- સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું સુપ્રીમ કોર્ટ ગવર્નરને કોઈ પાર્ટીને સરકાર બનાવવાના આમંત્રણ આપવાથી રોકી શકે છે? આના જવાબમાં સિંઘવીએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટે આવું પહેલા પણ કર્યું છે.

- સિંઘવીએ તે પણ કહ્યું કે, બુધવારે કોંગ્રેસ ધારાસભ્ય દળે પ્રસ્તાવ પ્રસાર કરીને જેડીએસને સમર્થનની જાહેરાત કરી છે. એચડી કુમારસ્વામીએ 37 ધારાસભ્યોના હસ્તાક્ષર પણ ગવર્નરને સુપ્રત કર્યા છે, જેમાં કોંગ્રેસના સમર્થનનું ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મનુ સિંઘવી તે વાતનો પણ સુપ્રિમ કોર્ટમાં વિરોધ નોધાવ્યો છે કે, જેમાં રાજ્યપાલ દ્વારા બીજેપીને સરકાર બનાવવવા માટે બહુમતી સાબિત કરવા 15 દિવસનો સમયગાળો આપ્યો છે. આ પહેલા આવા કોઈ જ બાબતોને લઈને સુપ્રિમ કોર્ટ તરફથી 48 કલાક આપવામાં આવતા હતા.

સિંઘવીએ ગોવા મામલાનો ઉદાહરણ આપતા કહ્યું કે, ગોવામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવા છતાં અમને સરકાર બનાવવાથી રોકી દેવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટે પણ બીજેપીની સરકાર બનાવવાને યોગ્ય ઠેરવી હતી.

તે લેટર કયાં છે, જેના પર ગવર્નરે બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું? બેન્ચ

- મનુ સિંઘવીએ કહ્યું, ભાજપા પાસે 104 ધારાસભ્યોનું સમર્થન છે અને ગવર્નરે ભાજપા નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે બોલાવી લેવામાં આવ્યા છે. જે બધી જ રીતે બિનકાયદેસર છે. આવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે, જે પાર્ટી પાસે 104 સીટ છે અને તેને 112 સીટોની બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે.

- બેન્ચના જજોએ સિંઘવીને પૂછ્યું કે, તે લેટર ક્યાં છે, જેના પર ગવર્નરે બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે?

- સુપ્રિમ કોર્ટમાં પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી બીજેપી તરફથી દલીલ કરી રહ્યાં છે, જ્યારે કેન્દ્ર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર છે.


સુપ્રિમ કોર્ટ મનુ સિંઘવીને પૂછ્યુ છે કે, રાજ્યપાલે યેદીયુરપ્પાને આપેલી સરકાર બનાવવાની ચિઠ્ઠી કયા છે. 

મુકુલ રોહતગી ભાજપ તરફથી સુપ્રિમ કોર્ટમાં દલીલ કરી રહ્યાં છે. 

કોંગ્રેસ અને જેડીએસે સરકાર બનાવવાનો દાવો કર્યો તેના ચાર કલાકમાં રાજ્યપાલ વજૂભાઈ વાળાએ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી દીધો હતો. આ નિર્ણયને લઈને કોંગ્રેસ વિરોધ દર્શાવતા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી દીધી છે. આમ યેદિયુરપ્પાની શપથ ગ્રહણને રોકવા માટે કોંગ્રેસે અડધી રાત્રે હોબાળો કરીને ચીફ જસ્ટિસને ઉંઘમાંથી ઉભા કર્યા છે.

કોંગ્રેસ અને જેડીએસે સંયુક્ત રૂપે પિટિશન તૈયાર કરી છે. બંને પાર્ટીઓની માંગ છે કે, બીએસ યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. યેદિયુરપ્પા સવારે 9.30 વાગે શપથ લેશે. CJI દિપક મિશ્રા નિર્ણય લેશે કે અરજીની તાત્તકાલિત સુનવણી આજે કરવામાં આવે કે નહી.

ઈલેક્શન પિટિશન

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, યેદિયુરપ્પાએ બહુમતી સાબિત કરવા માટે સાત દિવસ માંગ્યા હતા, પરંતુ રાજ્યપાલને તેમને 15 દિવસનો સમય આપી દીધો. રાજ્યપાલે સંવિધાનને અભરાઈ પર ચડાવી દીધું છે.


કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાળાએ કહ્યું કે, વજૂભાઈ વાળાએ રાજભવનની ગરિમાને કલંકિત કરી, સંવિધાન અને નિયમોને અવગણના કરીને ભાજપની કઠપૂતળીના રૂપમાં કામ કર્યું. તે ઉપરાંત કર્ણાટકમાં બી એસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનો આમંત્રણ મળ્યા હાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાજ્યપાલ વજૂભાઈ વાળાને સંવિધાનની જગ્યાએ ભાજપામાં પોતાના માલિકોની સેવા પસંદ કરી અને ભાજપાની કઠપૂતળીના રૂપમાં કામ કર્યું.


કર્ણાટકમાં કોની શરકાર બનશે આખરે નક્કી થઇ ગયું છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજ્યમાં સરકાર બનાવવા માટે સૌથી મોટી પાર્ટી બીજેપીને પસંદ કરી છે. બીજેપીના સુત્રોના જણાવ્યા પ્રમાણે એવા સમાચાર આવ્યા છે રાજ્યપાલે બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. સુત્રો પ્રમાણે યેદિયુરપ્પા કાલે સવારે 9.30 કલાકે મુખ્યમંત્રી પદની શપથ લેશે. વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે યેદિયુરપ્પાએ રાજ્યપાલ પાસે એક સપ્તાહનો સમય માંગ્યો છે. જોકે, યેદિયુરપ્પાને 15 દિવસમાં પોતાની બહુમત સાબિત કરવી પડશે.

આમ યેદિયુરપ્પા કાલે સવારે એકલા જ મુખ્યમંત્રી પદ માટે શપથ લેશે. આ અંગે બીજેપી કર્ણાટકે પોતાના ટ્વિટર હેન્ડર પર એક ટ્વીટ કરીને ગુરુવારે સવારે 9.30 કલાકે યેદિયુરપ્પા દ્વારા મુખ્યમંત્રી પદની શપથ લેવાની વાત જણાવી છે. જોકે, એક મિનિટની અંદર જ આ ટ્વિટને ડિલિક કરવામાં આવી હતી.રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનો મોકો આપવા ઉપર કોંગ્રેસે પ્રેસકોન્ફરન્સ કરી હતી. જેમાં પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને જેડીએસની પાસે બહુમત માટે પુરતી સંખ્યા છે. તો પણ રાજ્યપાલે કુમારસ્વામીને સરકાર બનાવવા માટે ન બોલાવ્યા. અમે આશા રાખીએ છીએ કે બંધારણનું ઉલ્લંઘન નહીં થાય. આ ઉપરાંત રાજ્યપાલના નિર્ણય ઉપર કપિલ સિબ્બલે કહ્યું કે, મણિપુર હોય કે મેઘાલય હોય, રાજ્યપાલને બહુમતના હિસાબથી સરકાર બનાવડાવી છે. તો પછી કર્ણાટકમાં આ મુદ્દે આવું કેમ ન કરવામાં આવ્યું. એક સવાલના જવાબ આપતા કપિલ સિબ્બલે કહ્યું કે, જો રાજ્યપાલ બંધારણનું ઉલ્લંઘન કરે છે તો એ નક્કી છે કે તેમના ઉપર ક્યાંકના ક્યાંક દબાણ છે.વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે ભાજપ ધારાસભ્યોને ખરીદવાની નીતિ અપનાવશે ત્યારે પોતાના ધારાસભ્યોને બચાવવા માટે કોંગ્રેસ અને જેડીએસએ બધા ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલી દીધા છે.ઉલ્લેખનયી છે કે, કર્ણાટક વિધાનસભાની 224 બેઠક પૈકી 222 બેઠક માટે 12 મેનાં રોજ મતદાન યોજાયુ હતું. જેમાં 70% જેટલું મતદાન થયુ હતું. એક વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારનું નિધન થવાથી મતદાન સ્થગિત રાખવામાં આવ્યું હતું. જ્યારે બીજી બેઠક પર મતદાન ઓળખ પત્રનાં વિવાદને લઇને મતદાન સ્થગિત રાખવામાં આવ્યું હતું.
Load More