કર્ણાટક: ચૂંટણી આયોગે રાહુલ ગાંધી અને અમિત શાહના વિમાનોની કરી તપાસ

News18 Gujarati
Updated: April 4, 2018, 9:25 AM IST
કર્ણાટક: ચૂંટણી આયોગે રાહુલ ગાંધી અને અમિત શાહના વિમાનોની કરી તપાસ

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના વિશેષ વિમાનોનની તપાસ મંગળવારે કરવામાં આવી હતી. વિમાનો ઉત્તર કર્ણાટકના હુબલી એરપોર્ટ પર હતાં ત્યારે આ અધિકારીઓએ તપાસ કરી હતી.

તપાસ અભિયાનમાં જિલ્લા સ્તરના 3 અધિકારી સામેલ હતાં. અધિકારીઓએ જણાવ્યું કે કર્ણાટકમાં મુક્ત તથા નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે નિર્વાચન આયોગના નિર્દેશપ્રમાણે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ઘારવાડ જિલ્લાના ઉપાયુક્ત એસ બી બોમ્મનાહલ્લીએ જણાવ્યું કે,'આયોગના નોડલ અધિકારી કરપલેના નેતૃત્વમાં ટીમે આકસ્મિક તપાસ કરી છે. રાહુલ ગાંધી અને અમિત શાહ જે વિમાનોમાં ત્યાં પહોચ્યાં હતાં તેની તપાસ લેવામાં આવી હતી. આની પાછળ કોઈ અન્ય કારણ ન હતું.'

આ તપાસ પછી અધિકારીએ જણાવ્યું કે, 'અમને તેમના સામાનમાંથી કાંઇ મળ્યું નથી. શાહ સાથે અન્ય બે વ્યક્તિ હતાં. અમે તેમના નામોની તપાસ કરી નથી.'

લિંગાયતોને નહી મળે ધાર્મિક લઘુમતિનો અલગ દરજ્જો

નોંધનીય છે  કે  ભાજપ અધ્યક્ષ અમિત શાહે લિંગાયતોને લઈને મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે, લિંગાયત સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણને કેન્દ્ર સરકાર સ્વીકારશે નહી. શાહે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતિ દરજ્જો આપવાના નિર્ણયને હિન્દુઓને વિભાજીત કરનારો ગણાવ્યો છે.
First published: April 4, 2018, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading