કર્ણાટક ચૂંટણીઃ ટિકિટ માટે નેતાઓની 'પરિક્રમા'માં લાગ્યા સાધુ સંતો!

 • Share this:
  ડીપી સતીશ

  કર્ણાટકની જાતિગત રાજનીતિ દરમિયાન નેતાઓનું ધાર્મિક લોકો પાછળ દોડવું સામાન્ય વાત છે, પરંતુ આ વખતે ચૂંટણીની સિઝનમાં કર્ણાટકની કંઇક બીજી જ તસવીર સામે આવી રહી છે. અહીં અમુક ધાર્મિક નેતાઓ જ ચૂંટણીની ટિકિટ માટે રાજકીય નેતાઓની પાછળ દોડી રહ્યા છે.

  ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ સંતોની મહત્વકાંક્ષા વધી ગઈ છે. કર્ણાટકમાં હવે એક પુજારી પણ સત્તાના સપના જોઈ રહ્યો છે. ઉડ્ડુપીના પ્રાચીન શ્રીકૃષ્ણ મઠના આઠ સંતમાંથી એક લક્ષ્મીવારા તીર્થ સ્વામી ટિકિટ માટે લાઇનમાં હોવાની માહિતી સામે આવી છે.

  તીર્થ સ્વામીએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે જો બીજેપી તેમને ઉડુપી વિધાનસભા બેઠક પરથી ટિકિટ નહીં આપે તો તેઓ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે. જોકે, ઉડુપીના બીજેપીના ધારાસભ્ય રઘુપતિ ભટ તેમની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે.

  શિરુર મઢના લક્ષ્મીવીરા તીર્થ ઘણા લાંબા સમયથી વિવાદમાં છે. તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ એક તપસ્વીનું જીવન નથી જીવી રહ્યા. ઉડુપી મઠના બાકીના સંતોએ લક્ષ્મીવીરાના તીર્થ સ્વામીના નિર્ણયને લઇને આશ્ચર્ય પ્રગટ કર્યું છે.

  ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, 'સંતો કેમ ચૂંટણી ન લડી શકે? અમારા લોકો પર કોઈ પ્રતિબંધ નથી. અમે લોકો પણ સારી સેવા આપી શકીએ છીએ. બીજેપી બેંગલુરુ અને દિલ્હીમાં સારું કામ કરી રહી છે, પરંતુ ઉડુપીમાં બીજેપીએ સારું નથી કર્યું. જો એ લોકો મને ટિકિટ આપશે તો હું અહીંથી ચૂંટણી લડીશ. જો બીજેપી આવું નહીં કરે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ.'

  ઉડુપીના વર્તમાન ધારાસભ્ય અને રમત જગત તેમજ યુવા બાબતોના મંત્રી પ્રમોદ માધવરાજે સંતોના આવા નિર્ણય પણ આશ્ચર્ય પ્રગટ કર્યું છે.

  ઉડુપીથી 70 કિલોમીટર દક્ષિણમાં એક અન્ય સંત પણ બીજેપી પાસેથી ટિકિટ માટેના જુગાડમાં છે. મેંગલોર પાસે વજ્રદેહી મઠના રાજાશેખરાનંદ સ્વામીએ પણ ચૂંટણી લડવાની ઇચ્છા પ્રગટ કરી છે. ન્યૂઝ 18 સાથે વાતચીત તેમણે કહ્યું કે ભગવા કપડાં પહેરીને રાજનીતિમાં આવવું કોઈ ખોટી વાત નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: