Home /News /national-international /

કર્ણાટક ચૂંટણી: 'ખેડૂત પિતા' માટે USની કંપની છોડી સ્વદેશ પરત ફર્યો એન્જિનીયર

કર્ણાટક ચૂંટણી: 'ખેડૂત પિતા' માટે USની કંપની છોડી સ્વદેશ પરત ફર્યો એન્જિનીયર

દર્શને USમાં પોતાની એક કંપની ખોલી હતી હવે તે કર્ણાટકમાં ચૂંટણી લડશે.

  રેવતિ રજીવન

  ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કર્ણાટકના મેલુકોટે ધારાસભ્ય કેએસ પુત્તનૈયાનું 68 વર્ષની ઉંમરે કાર્ડિએક અરેસ્ટથી મોત થયું હતું. તેમના મૃત્યુ પર મુખ્યમંત્રી સિદ્ધારમેયાએ કહ્યું કે ખેડૂત આંદોલનએ પોતાનો મોટો નેતા ગુમાવી દીધો છે, એક એવો નેતા કે જે જમીની હકિકતને સમજે છે. હવે જ્યારે ચૂંટણીમાં તેમના સ્થાનને લેવાનો વારો આવ્યો તો સમર્થકોએ એક મતથી તેમના પુત્ર દર્શન પુત્તનૈયાને પસંદ કર્યો.

  દર્શન 15 વર્ષોથી કર્ણાટકમાં સેટલ થવાની યોજના બનાવી રહ્યો છે. અત્યારે યુ.એસ.ના ડેનેવરમાં રહેતા દર્શને ત્યાં તેમની એક કંપની પણ ખોલી હતી. તેઓ કહે છે કે 'મારુ રાજકારણમાં આવવા પર અમારી વચ્ચે ક્યારેય કોઈ ચર્ચા થઇ નથી. જો આવી કોઇ મારી યોજના હોય તો કદાચ દુનિયાના કોઇ ખૂણામાં હું સંપૂર્ણ પણે સેટલ ન થઇ શકત.'

  કોંગ્રેસ દ્વારા 218 ઉમેદવારોની યાદી રવિવારે રજૂ કરવામાં આવી છે. જો કે કોંગ્રેસે 5 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. આમાંથી એક સીટ મેલુકોટે છે. સૂત્રોએ આ બેઠક માટે બધી માહિતી આપી દીધી છે પરંતુ દર્શનની રાજનીતિમાં એન્ટ્રીની કોઇ પુષ્ટિ થઇ નથી.

  દર્શનના પિતા મંડ્યાના મેલુકોટેના ધારાસભ્ય હતા તે કર્ણાટક સર્વોદય પાર્ટીના નેતા છે. કેએસ પુત્તનૈયાએ રાજકીય કરિયરની શરૂઆત કર્ણાટક રાજ્ય રેઠા સંઘ નામના એક ખેડૂતોની સંસ્થા દ્વારા કરી હતી. આ સંસ્થા હવે યોગેન્દ્ર યાદવની સ્વરાજ ભારત પક્ષમાં મર્જ થઈ ગઇ છે.

  વર્ષ 2013માં પુત્તનૈયા સ્વાતંત્ર ભારત પહેલા અને એકમાત્ર ધારાસભ્ય બન્યા. આ ચૂંટણીમાં મેલુકોટે સીટ પર મેલકોટે જીતવા પર મતદાન થયું હતું, લગભગ 50 ટકા મત પુત્તનૈયાને મળ્યા હતા. તેમણે જેડીએસના ઉમેદવાર સી.એસ. પુત્તરાજને 9 હજાર મતના માર્જિનથી હરાવ્યા હતા. 2008ની ચૂંટણીમાં પુત્તરાજુએ પુત્તનૈયાને આ સીટ પર હરાવ્યા હતા.

  જ્યારે દર્શનને પૂછવામાં આવ્યું કે એક મોટા નેતાનો પુત્ર હોવાથી ચૂંટણી જીતવી તેમના માટે સરળ થશે કે મુશ્કેલ ? 40 વર્ષનો દર્શન કહે છે કે, 'તેમનો દીકરો હોવાને કારણે મારા માટે શરૂઆત કરવી સરળ છે. પરંતુ મારે સિસ્ટમમાં રહીને કામ કરવાની જરૂર છે. મારા પિતા હંમેશાં તેના સિદ્ધાંતો પર ટક્કી રહ્યા જે સરળ નથી. પરંતુ હું તેમની દ્રષ્ટિએ ચાલવા માટે પ્રયત્ન કરું છું. '

  વિદેશમાં દર્શનની જિંદગી અને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યા બાદ જે જિંદગી તેમની રાહ જોઈ રહ્યી છે તે બન્નેમાં બહુ તફાવત છે. તેમની સાથે તેમના પત્ની અને બે નાના બાળકો પણ કર્ણાટક માં શિફ્ટ છે. '

  તે કહે છે, કે "મને હંમેશાં કર્ણાટકનુ રાજ્ય રેઠા સંઘની સક્રિયતાએ આકર્ષ્યા છે- તે ખેડૂતો માટે લડે છે. તેમણે કહ્યું કે મારા પિતાએ મને ક્યારેય પણ રાજનીતિમાં આવવા કહ્યું ન હતુ. તેમણે કહ્યુ કે જે સારું લાગે તે કરો. હું તો KRRSનો અધિકારી પણ નથી. પરંતુ જ્યારે મારા પિતાના દેહાંત થયા હતા ત્યારે વિસ્તારના લોકોએ મને ચૂંટણી લડવા માટે કહ્યું હતું એટલે મે રાજનીતિમાં આવવા નિર્ણય
  કર્યો છે.

  દર્શને મૈસુર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ અને કેનેડાથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તે 2002માં ભારતથી ચાલ્યા ગયા હતા. પરંતુ કર્ણાટક ચૂંટણી તેમના માટે નવી નથી. છેલ્લી ચૂંટણીમાં તેમણે તેમના પિતા માટે પ્રચાર કર્યો હતો. હવે તે વિસ્તારમાં તેમના પિતાના વિઝનને આગળ લેવા માંગે છે. તે પાણીની કટોકટીનો ઉકેલ લાવવા માગે છે અને ખેડૂતોના પાકનું મુલ્ય આપવા માંગે છે.

  કાવેરી જળ વિવાદ પર વાત કરતા દર્શન તેના માટે કોઈ એકને જવાબદાર ગણાવે છે. તે કહે છે, "જેના માટે દ્વિપક્ષીય વાતચીત થવી જોઇએ. તમિલનાડુની જનતા ખેડૂત છે અને અમે પણ ખેડૂત છીએ. અમારે એક એવા સમાધાન માટે વિચારવુ જોઇએ જે બંને માટે ફાયદાકારક છે.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Engineer, Karnataka Election

  આગામી સમાચાર