કર્ણાટક ચૂંટણી: સિદ્ધારમૈયાને ઝટકો, 25 કોંગ્રેસી JD(S)માં જોડાયા

 • Share this:
  કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજનૈતિક ગરમાગરમીનો માહોલ છે. આજે સિદ્ધારમૈયાના 25 કોંગ્રેસ નેતા જેડી(એસ)માં શામેલ થઇ ગયા. જ્યારે બીજી તરફ બે જેડી (એસ), એક કોંગ્રેસ અને એક અપક્ષ નેતા જલ્દી જ બીજેપીમાં જોડાશે.

  કર્ણાટકના પ્રવાસે પહેલા દિવસે કોંગ્રસે અધ્યક્ષ રાહુલ ગાંધી,યેદિયુરપ્પાના ગઢ શિમોગામાં ગયા હતાં. તેઓ હવે દેવનગરીમાં બ્લોક કોંગ્રેસ અધ્યક્ષો સાથે પણ મુલાકાત કરશે. જે પછી રાહુલ લિંગાયત અને દલિત બાહુલ્ય ક્ષેત્ર ચિક્ષદુર્ગના હોલાલકિરીમાં પબ્લિક રેલી કરશે. જે બાદ રાહુલ ગાંધી તુંકુર માટે રવાના થશે. જ્યાં સિદ્ધગંગા મઠ પર એક હજાર એક પરમપૂજનીય લિંગાયત સંત શિવકુમાર સ્વામી સાથે મુલાકાત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ લગભગ 70 ટકા જિલ્લોમાં જઇ આવ્યાં છે અને 2000 કિલોમીટરની યાત્રા કરી ચુક્યા છે.

  મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ચૂંટણી ક્ષેત્ર ચામુંડેશ્વરીના 25 કોંગ્રેસ નેતા જેડી (એસ)માં શામેલ થઈ ગયા ગતાં. એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે તે સિદ્ધારમૈયાને હરાવશે. આ દરમિયાન લિંગાયત મુદ્દે વાત કરતાં અનંતકુમારે કહ્યું, 'આ કોંગ્રેસનો ચૂંટણી માટેનો સ્ટંટ છે. આ પહેલા કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવ્યો નથી. 2013માં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે કોંગ્રેસે જ લિંગાયતોને વિશેષ દરજ્જો આપવાની ના પાડી છે. ચૂંટણી માટે આ માત્ર કોંગ્રેસનો યૂ-ટર્ન છે.'
  Published by:Kaushal Pancholi
  First published: