કર્ણાટકમાં બીજેપી પાસે ત્રણ વિકલ્પઃ તોડો, હાર માની લો અથવા યોદ્ધાની જેમ હારો

News18 Gujarati
Updated: May 16, 2018, 4:34 PM IST
કર્ણાટકમાં બીજેપી પાસે ત્રણ વિકલ્પઃ તોડો, હાર માની લો અથવા યોદ્ધાની જેમ હારો
News18 Gujarati
Updated: May 16, 2018, 4:34 PM IST
224 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભા માટે 222 બેઠકની થયેલી ચૂંટણીમાં ભાજપ 104 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. જોકે, બીજેપીને સરકાર બનાવવા માટે હજુ સાત ધારાસભ્યના સમર્થનનું જરૂર છે. બીજેપીના ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે બીએસ યેદિયુરપ્પાની પસંદગી કરી છે.

કર્ણાટકમાં ભાજપ પાસે ત્રણ વિકલ્પ:

1) વિરોધીઓને તોડવા

2008માં બીજેપીને બહુમતિમાં ફક્ત ત્રણ સભ્યો જ ખૂટતા હતા. પાર્ટીએ જેડીએસના ચાર અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને રાજીનામું આપવા માટે તૈયાર કરી લીધા હતા. આવી રીતે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ઓછી થઈ ગઈ અને બીજેપીએ સરકાર બનાવી લીધી હતી.

હાલ કર્ણાટક વિધાનસભામાં બીજેપી પાસે 104 ધારાસભ્યો છે. જો બીજેપી વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઘટાડીને 207 સુધી કરવામાં સફળ રહે છે તે તેને સરળતાથી બહુમતિ મળી જશે. જોકે, આવું ત્યારે જ શક્ય છે જ્યારે કોંગ્રેસ અને જેડીએસના 15 ધારાસભ્ય વિશ્વાસ મત પહેલા રાજીનામું આપી દે.

2) વાજપેયીનો રસ્તો અપનાવવો

1996માં રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજયેપીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. ત્યારે બીજેપી પાસે બહુમતિ ન હતી, પરંતુ બીજેપીએ સરકાર બનાવવાનો દાવો કર્યો અને સરકાર બનાવી પણ લીધી. વાજપેયીએ વિશ્વાસ મતનો સામનો કર્યો હતો અને ભાવાત્મક ભાષણ આપ્યું જેનું સીધું પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવ્યું હતું.
Loading...

લાંબા ભાષણ પછી વાજયેપીએ સંસદમાં શક્તિ પ્રદર્શન કરવાને બદલે રાષ્ટ્રપતિને મળીને રાજીનામું આપી દીધું હતું. વાજપેયીએ 13 જ દિવસમાં રાજીનામું આપી દીધું હતું. એ પ્રથમ પ્રસંગ હતો જ્યારે કેન્દ્રમાં બીજેપીની સરકાર બની હતી. વાજપાયીનું આવું પગલું ઉત્તર અને પૂર્વ ભારતમાં બીજેપીની પકડ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શું બીએસ યેદિયુરપ્પા પણ વાજપેયીના રસ્તે ચાલીને બહુમતિ વગર સરકાર બનાવશે અને બાદમાં યોદ્ધાની જેમ રાજીનામું આપી દેશે? આવું કરીને યેદિયુરપ્પા તેના કોર વોટર્સ અને ખાસ કરીને લિંગાયતને સરળતાથી પોતાની તરફ કરી શકે છે.

3) બીજેપી હાર માની લે...

ત્રીજો વિકલ્પ એવો છે કે બીજેપી એવું માની લે કે તેની પાસે બહુમતિ નથી અને તે સરકાર બનાવવાથી દૂર રહે. જોકે, બીજેપી કર્ણાટકને ફક્ત વિધાનસભા તરીકે નથી જોઈ રહી. બીજેપી એ વાત સારી રીતે જાણે છે કે કર્ણાટકમાં લોકસભાની 28 બેઠક છે, જેના પર આવતા વર્ષે ચૂંટણી યોજાનાર છે. એમાં પણ ચૂંટણી પહેલા કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન મોદીના ફરી એક વખત પીએમ બનવાના સપનાને અસર પહોંચાડી શકે છે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर