કર્ણાટક ચૂંટણીઃ બીજેપી ફક્ત વધારાના 6,730 મતથી બહુમત મેળવી લેતી!

 • Share this:
  નવી દિલ્હીઃ કર્ણાટકની ચૂંટણી અને તેના પરિણામો ખૂબ જ રસપ્રદ રહ્યા. અહીં બીજેપીએ પોતાની સરકાર બનાવી લીધી છે પરંતુ સત્તા માટે 'યુદ્ધ' હજુ ચાલુ જ છે. કારણ કે ભાજપે હજી 15 દિવસમાં બહુમત સાબિત કરવાની છે. કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ 104 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે, બહુમત માટે 113 ધારાસભ્યોની જરૂર હોવાથી બીજેપીને હજી 9 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠક છે.

  ચૂંટણીના પરિણામો પર કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જો બીજેપી ફક્ત વધારાના 6,730 વોટ મેળવી લેતી તો તેને કર્ણાટકમાં સ્પષ્ટ બહુમત મળી જતી!

  કર્ણાટકમાં 9 એવી બેઠક છે જ્યાં કોંગ્રેસને બહુ પાતળી જીત મળી છે. એટલે કે આ નવ બેઠક પર ભાજપના ઉમેદવાર થોડા જ મતોથી હાર્યા છે. એનો મતલબ એવો પણ થાય છે કે જો આ બેઠક પરથી ભાજપ થોડા જ વોટર્સને પોતાના તરફ કરવામાં સફળ રહેતી તો તેને સ્પષ્ટ બહુમત મળી જતી.

  આ નવ બેઠકમાં માસ્કી, હીરેકેરૂર, કુંડગોલ, બેલ્લાપુર, બદામી, ગડાગ, શ્રીંગેરી, અઠાની અન બેલારી ગ્રામ્યનો સમાવેશ થાય છે. બીજેપી આ બેઠક પર બહુ ઓછા મતોથી હારી હતી. જો, આ તમામ બેઠકોની ગણતરી કરવામાં આવે તો માલુમ પડે છે કે ફક્ત 6,730 વધારાના વોટથી બીજેપી કર્ણાટકમાં સ્પષ્ટ બહુમત સાથે ચૂંટણી જીતી જતી હતી.
  A B C D (A-D) (B+D)  
  બેઠક કોંગ્રેસ વોટ બીજેપી વોટ માર્જિન વોટમાં ફેરબદલ કોંગ્રેસ રિવાઇઝ્ડ બીજેપી રિવાઇઝ્ડ
  Maski 60387 60174 213 107 60280 60281
  Hirekerur 72461 71906 555 278 72183 72184
  Kundgol 64871 64237 634 318 64553 64555
  Yellapur 66290 64807 1483 742 65548 65549
  Badami 67599 65903 1696 849 66750 66752
  Gadag 77699 75831 1868 935 76764 76766
  Sringeri 62780 60791 1989 995 61785 61786
  Athani 82094 79763 2331 1166 80928 80929
  Bellary Rural 79186 76507 2679 1340 77846 77847
  બીજેપીને બહમત માટે જરૂર વોટ 6730

  દેશની સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસે ભાજપથી 6,38,621 (1.8%) વધારે વોટ મેળવ્યા હોવા છતાં તેણે પોતાનો મેજિક નંબર 78માંથી 113 સુધી પહોંચાડવા માટે વધારાના 1,25,608 વોટની જરૂર હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: