કર્ણાટક ચૂંટણી: આપત્તિજનક ટિપ્પણીના આરોપમાં બીજેપી સાંસદની સામે FIR

News18 Gujarati
Updated: March 31, 2018, 3:27 PM IST
કર્ણાટક ચૂંટણી: આપત્તિજનક ટિપ્પણીના આરોપમાં બીજેપી સાંસદની સામે FIR

  • Share this:
બીજેપી પ્રમુખ અમિત શાહે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પાર્ટીની સાથે ગઠબંધન કરવાની વાતને નકારી છે. તેમણે કહ્યું કે બીજેપી દરેક સીટો પર એકલા ચૂંટણી લડશે અને પોતાના દમ પર સરકાર બનાવશે.   2013ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને આ વિસ્તારમાંથી એક પણ બેઠક મળી ન હતી. પરંતુ આ દરમિયાન આચાર સંહિતાના ભંગને લઈને બીજેપી-કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. અમિત શાહે સિદ્ધારમૈયા પર મંદિરના પૂજારીને રૂ. 2000 આપવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે સામે કોંગ્રેસે પલટવાર કરતા અમિત શાહ દ્વારા આરએસએસ કાર્યકર એચ રાજુની માતાને પાંચ લાખનો ચેક આપવામાં આવ્યાની વાતને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. નોંધનીય છે કે એચ રાજુની થોડા દિવસ પહેલા હત્યા થઈ ગઈ હતી.

બીજેપી સાંસદ પ્રહલાદ જોશી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમની પર હુબ્બલી ની મસ્ઝિદો પર આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. જેના વિરોધમાં શુક્રવારે સાંજે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ પ્રદર્શન કર્યું હતું. જે પછી આ મામલો નોંધવામાં આવ્યો હતો. મસ્ઝિદ જમાતના જફરસાબ ખાજી અને મોહમ્મદ હાનિફ હુલ્લાપડીનો આરોપ છે કે જોશીએ ગુરૂવારે કહ્યું હતું કે કેટલીક મસ્ઝિદોમાં અકાયદેસર રીતે હથિયારો મુકવામાં આવે છે. જોશી પર આઈપીસીની ઘારા 153 અને 298 હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો.

અમિત શાહ વેપારી છે: ગૃહમંત્રી રેડ્ડી

કર્ણાટકના ગૃહમંત્રી રામલિંગા રેડ્ડીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમિત શાહ કહે છે કે સત્તમાં આવીશું તો ગૌહત્યા બંધ કરાવી દઈશું. હું કેહવા માંગુ છું કે કોઈપણ પશુની હત્યા થવી ખરાબ છે. પરંતુ સૌથી પહેલા બીફ એક્સપોર્ટ બંધ કરવો જોઈએ. 2017માં 1850 મેટ્રિક ટન બીફ એક્સપોર્ટ કરવામાં આવ્યું. નોર્થ ઈસ્ટ રાજ્યોમાં બીફ બેન કેમ નથી થઈ શકતું ? ત્યાં તો બીજેપી સત્તામાં છે. તે માત્ર કર્ણાટકની વાત કેમ કરે છે. અમિત શાહ એક વેપારી છે. એ અહીંયા વેપાર કરી રહ્યાં છે. અમને એવા વેપારીની જરૂર નથી કે તે વિચારે કે અહીં ફાયદો કરી શકશે. પરંતુ અહીં લોકો સ્વાભિમાની છે. કર્ણાટકમાં કોઈનો વોટ વેચાતો નથી.

આપબળે સરકારી બનાવીશું: અમિત શાહ
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે, 'મને પૂરો વિશ્વાસ છે કે બીજેપીની જીત થશે. હું આખા રાજ્યમાં ફર્યો છું, મને માલુમ પડ્યું છે કે રાજ્યના તમામ લોકો વિકાસની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસ અને ભ્રષ્ટાચારનો સંબંધ ખૂબ જૂનો છે. માછલી અને પાણી જેવો સંબંધ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચે છે. સિદ્ધારમૈયા સરકારે તેને વધુ ગાઢ બનાવ્યો છે. આઈટી સેક્ટર આટલું મજબૂત હોવા છતાં અહીં હજી સુધી 24 કલાક વીજળી નથી મળી રહી. સ્વાસ્થ્ય તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓને હજુ સુધી અહીં યોગ્ય રીતે લાગૂ નથી કરવામાં આવી. 3500થી વધારે ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે. વિકાસની વાત કરીએ તો તમામ માપદંડોમાં કોંગ્રેસ નીચે જઈ રહી છે. અમે દરેક બેઠક પર ઉમેદવારને મેદાનમાં ઉતારીશું અને પોતાના દમ પર જ સરકાર બનાવીશું. કોઈ સાથે ગઢબંધન નહીં કરીએ. અમુક બેઠક પર ત્રિકોણિય જંગ છે, પરંતુ બીજેપી તમામ જગ્યાએ આક્રમક છે.'

 
First published: March 31, 2018, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading