હૈદરાબાદ: કર્ણાટકના (Karnataka) ચિકમગલુરનાં એક દલિત યુવકે (Dalit) પોલીસ સબઇન્સ્પેક્ટર પર આરોપ લગાવ્યો છે કે, તેણે યુવાનની ધરપકડ કર્યા પેશાબ પીવા મજબૂર કર્યો હતો. આ યુવકની 10 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ગામલોકોએ તે યુવક પર દંપતીને પરેશાન કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે 22 વર્ષના દલિત યુવક પુનીતે વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખીને આ મામલો જણાવ્યો હતો. સંબંધિત સબ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માંગ કરી. મીડિયા રિપોર્ટ પ્રમાણે પુનીતે જણાવ્યું કે, તેની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને કલાકો સુધી માર્યો, ધરપકડ દરમિયાન જ તેણે પાણી માંગ્યું હતું.
જેમાં આરોપી સબઇન્સ્પેક્ટરને પાણી આપવાનું ના કહી દીધું હતું. સબ ઇન્સ્પેક્ટરે આ બાદ લોકઅપમાં ઉપસ્થિત અન્ય વ્યક્તિને પુનીત પર પેશાબ કરવાનું કહ્યું. જે બાદ પુનીતને તે પીવા મજબૂર કર્યો હતો. પુનીતે જણાવ્યું કે, ચોરીના કેસમાં બંધ ચેતને આવું કરવાની ના પાડી દીધી હતી. પરંતુ પોલીસે તેને ધમકી આપી હતી કે, જો તેણે આવું ન કર્યું તો તેને ટોર્ચર કરવામાં આવશે.
પુનીતે આરોપ લગાવ્યો કે, પોલીસે સબ ઇન્સપેક્ટે તેને જમીન પર પડેલા પેશાબને ચાટવા દબાણ કર્યું. જે બાદ તેને અપશબ્દો કહ્યાં અને તેને ખોટું નિવેદન આપવા માટે પણ દબાણ કર્યું.
આ ઘટના સામે આવ્યાં પછી ચિકમગલુરુનાં એસપીએ પ્રારંભિક તપાસનાં આદેશ જાહેર કર્યા છે અને પુનીતનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. સાથે જ આરોપી સબ ઇન્સપેક્ટને પોલીસ સ્ટેશનમાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર