ન્યૂઝ18 ગુજરાતી : કર્ણાટકમાં ચાલી રહેલા સંકટ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મામલાને મંગળવાર સુધી ટાળી દીધો છે અને કહ્યું કે ત્યાં સુધી યથા સ્થિતિ રહે. સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકરને કહ્યું છે કે આ દરમિયાન વિધાનસભા સ્પીકર ન તો ધારાસભ્યોના રાજીનામા પર કે તેમને અયોગ્ય કરાર કરવાને લઈ કોઈ નિર્ણય નહીં લઈ શકે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિધાનસભામાં સ્પીકરને પોતાનું બહુમત સાબિત કરવાનો સમય માંગ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે રાજ્યમાં જે કંઈ થયું, ત્યારબાદ તેઓ પોતાનું બહુમતમ સાબિત કરવા તૈયાર છે. તેઓએ કહ્યું કે, હું ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છું.
Karnataka CM HD Kumaraswamy in Vidhana Soudha in Bengaluru: After all these developments, I am seeking your permission & time to prove the majority in this session. #Karnatakapic.twitter.com/olx8BZ90Xx
આ પહેલા બળવાખોર ધારાસભ્યો તરફથી રજૂઆત કરી રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, વિધાનસભા અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ધારાસભ્યોને મારી પાસે આવવું જોઈતું હતું તેમને સુપ્રીમ કોર્ટ પાસે નહોતું જવું જોઈતું. સ્પીકરે કહ્યું કે મારે આખી રાત રાજીનામાઓ વાંચવાના છે. જનતા પ્રત્યે જવાબદારી છે.
Hearing in the matter of rebel Karnataka MLAs: The Supreme Court said, we will consider the issue on Tuesday. https://t.co/3O0wV1Kq0Q
બળવાખોર ધારાસભ્યો તરફથી કહેવામાં આવ્યું કે સ્પીકરે કાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અમને નિર્દેશ ન આપી શકે. સ્પીકરે એમ પણ કહ્યું હતું કે હું પહેલા રાજીનામાને જોઈશ અને બાદમાં નિર્ણય લઈશ અને હુજ સુધી કોઈ નિર્ણય નથી લીધો. બળવાખોર ધારાસભ્યોની તરફથી કહેવામાં આવ્યું છે કે મામલો માત્ર રાજીનામાનો છે. બળવાખોર ધારાસભ્યો પબ્લિક, ટીવી અને કોર્ટ દરેક સ્થળે કહી રહ્યા છે કે તેઓ રાજીનામા આપવા માંગે છે.
તેની પર ચીફ જસ્ટિસે પૂછ્યું કે સ્પીકરનો નિર્ણય શું છે? તો બળવાખોર ધારાસભ્યો તરફથી કહેવામાં આવ્યું કે હજુ સુધી સ્પીકર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવા માંગે છે. મુકુલ રોહતગીએ કહ્યું કે, કોંગ્રેસ તરફથી વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે અને આ રીતે તો તેઓ અયોગ્ય જાહેર થઈ જશે.
કર્ણાટક વિધાનસભા સ્પીકર તરફથી રજૂઆત કરી રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમનું સભ્યપદ ખતમ કરવાનો મામલો પણ ચાલી રહ્યો છે. એવામાં રાજીનામાનો મામલો ન નથી બનતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર