liveLIVE NOW

કર-નાટક : સ્પીકરે બળવાખોર ધારાસભ્યોને એક સપ્તાહનો સમય આપ્યો

આર શંકરના રાજીનામા બાદ હવે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 15 થઈ ગઈ છે

 • News18 Gujarati
 • | July 09, 2019, 15:29 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 3 YEARS AGO
  15:31 (IST)

  કર્ણાટક વિધાનસભા અધ્યક્ષનું કહેવું છે કે તેમણે રાજ્યપાલને કહ્યું છે કે બંધારણને કાયમ રાખવું તેમની પ્રાથમિકતા છે. પરંતુ આ તેઓ એ લોકોને પણ ધ્યાનમાં રાખશે જેઓ અસહાય છે.

  15:26 (IST)
  કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશ કુમારે રાજ્યપાલ વજુભાઈ વાળાને લખ્યું છે કે કોઈ પણ બળવાખોર ધારાસભ્ય મને નથી મળ્યો. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હું બંધારણીય માપદંડોને કાયમ રાખીશ. 13 રાજીનામામાંથી 8 કાયદા અનુસાર નથી. હું તેમને પોતાની સામે જાતે રજૂ થવા માટે સમય આપું છું.

  11:55 (IST)
  કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ કહી રહ્યા છે કે તેમની પાર્ટીનો કર્ણાટક સંકટ સાથે કોઈ લેવા-દેવા નથી, આ જ વાત યેદિયુરપ્પા કહી રહ્યા છે. પરંતુ તેઓ સાથોસાથ પોતાના પીએને મંત્રીને લેવા માટે મોકલી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા નાગરાજ ખરાબ તબિયતના કારણે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં નથી પહોંચ્યા.

  11:52 (IST)
  સ્પીકર રમેશ કુમારે કર્ણાટક મુદ્દે કહ્યું છે કે, જે પણ ધારાસભ્યને રાજીનામું આપવું હશે તેમણે મારી પાસે આવવું પડશે. જો પોસ્ટલ સર્વિસથી જ રાજીનામા મંજૂર થશે, તો અહીં મારું શું કામ છે? એટલું જ નહીં, તેઓએ કહ્યું કે તેના માટે કોઈ સમયની મર્યાદા નથી. હું નિયમો મુજબ જ નિર્ણય લઈશ. જો કોઈ ધારાસભ્ય મને મળવા માંગે છે તો હું મારી ઓફિસમાં ઉપલબ્ધ છું.

  10:45 (IST)

  ભાજપ નેતા શોભા કરંદલદેએ દાવો કર્યો છે કે અમારી સંખ્યા હવે 107ની છે, જ્યારે કોંગ્રેસ-જેડીએસની પાસે માત્ર 103 જ ધારાસભ્ય છે. એવામાં ગવર્નર ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપી શકે છે.

  10:44 (IST)

  બેંગલુરુ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઈ રહી છે.

  10:43 (IST)
  કર્ણાટકમાં આજે સૌની નજર સ્પીકર પર છે. સ્પીકર કે. રમેશ કુમાર ઘરેથી વિધાનસભા માટે રવાના થઈ ચૂક્યા છે. થોડા સમય બાદ તેઓ ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેશે.

  10:0 (IST)
  9:21 (IST)

  કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે ભાજપ સરકાર બનાવવાના પ્રયાસમાં છે. ભાજપે મુરગેશ નિરાની, ઉમેશ કટ્ટી, જેસી મધુસ્વામી અને રત્ના પ્રભુ યેદિયુરપ્પના ઘરે પહોંચ્યા.

  9:20 (IST)
  એક તરફ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી એવો દાવો કરી રહ્યા છે કે તેમની સરકાર પર કોઈ ખતરો નથી. બીજી તરફ ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે વધુ બે ધારાસભ્ય તેમના પક્ષમાં છે.

  કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ હવે મુંબઈ, દિલ્હી એન ગોવા સુધી ફેલાઈ ચૂક્યું છે. પદ અને પાર્ટીથી રાજીનામું આપી કર્ણાટકથી મુંબઈ સોફિટેલ હોટલમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યો મોડી રાત્રે અજ્ઞાત સ્થળે પહોંચી ગયા છે. એવામાં ભાજપ પોતાની સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ સીએમ કુમારસ્વામીના રાજીનામાની માંગ કરી છે. આ દરમિયાન મંગળવારે દરેકની નજર વિધાનસભા અધ્યક્ષ પર છે, જેમના હાથમાં ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય છે.

  હાલમાં જ મંત્રી બનેલા કેપીજેપીના ધારાસભ્ય આર શંકરે પણ સરકારનો સાથ છોડી દીધો છે. આર શંકરના રાજીનામા બાદ હવે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 15 થઈ ગઈ છે. આ પહેલા સોમવારે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે પણ મંત્રીપદથી રાજીનામું આપી દીધું હતું. પોતાના રાજીનામા બાદ તેઓ સ્પેશલ પ્લેનથી મુંબઈ માટે રવાના થઈ ગયા હતા. એવામાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું કુમારસ્વામી સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. જોકે, કર્ણાટક સરકાર પોતાની પાસે બહુમત હોવાનો હજુ પણ દાવો કરી રહી છે.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन