ન્યૂઝ18 ગુજરાતી : કર્ણાટકમાં રાજકીય સંકટ દિવસે-દિવસે વધુ વિકટ થતું જઈ રહ્યું છે. આ રાજકીય ડ્રામાનું કેન્દ્ર હવે બેંગલુરુથી મુંબઈ બની ગયું છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્ય રાજીનામા આપ્યા બાદ મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા છે. બળવાખોર ધારાસભ્યોએ જીવનો ખતરો ગણાવતાં મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે અને સુરક્ષાની અપીલ કરી છે. બળવાખોર ધારાસભ્યોની માંગ પર એક્શન લેતા મુંબઈ પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે. હોટલની બહાર મહારાષ્ટ્ર સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન તહેનાત કરી દેવામાં આવ્યા છે, જે હોટલના એન્ટ્રી ગેટ પર આવનારા લોકો પર કડક નજર રાખી રહ્યા છે. આ દરમિયાન ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઈ પહોંચ્યા છે.
બીજી તરફ, બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકર પર રાજીનામું સ્વીકાર કરવામાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. કોર્ટ ગુરુવારે તેની પર સુનાવણી કરશે.
મળતા અહેવાલ મુજબ, પોલીસે શિવકુમારને હોટલની અંદર પ્રવેશ કરતાં રોક્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં શિવકુમારે કહ્યું કે, અમે અહીં અમારા મિત્રોને મળવા આવ્યા છીએ. તેમને અમારાથી જીવને કોઈ ખતરો નથી. અમારી પાર્ટીના લોકો છે. મને મુંબઈ પોલીસ કે સીઆરપીએફથી કોઈ ફરક નથી પડતો. તેમને તેમની ડ્યૂટી કરવા દો. અમે અહીં પોતાના મિત્રોનો હાલચાલ પૂછવા આવ્યા છીએ.
Police escorts Karnataka Minister DK Shivakumar away from the gates of Renaissance - Mumbai Convention Centre Hotel where 10 rebel Congress-JD(S) MLAs are staying. The MLAs had written to Police stating"We've heard CM&DK Shivakumar are going to storm the hotel,we feel threatened" pic.twitter.com/KCPmJzZjPH
શિવકુમારે કહ્યું કે, મેં હોટલમાં રૂમ બુક કરાવ્યો છે. ઘણી નાની સમસ્યા છે. અમારે વાતચીત કરવાની છે. અમે સીધા તલાક ન કરી શકીએ. તેમને ડરાવવાનો કોઈ સવાલ જ નથી. અમે એક-બીજાની ઈજ્જત કરીએ છીએ. તેઓ અમારા ભાઈ છે. પોલીસ અમને અંદર જવા દે.
10 rebel Karnataka Congress-JD(S) MLAs write to Mumbai Commissioner of Police stating "We are staying at Hotel Renaissance Powai in Mumbai, we have heard HD Kumaraswamy & DK Shivakumar are going to storm the hotel, we feel threatened. Do not allow them to enter hotel premises" pic.twitter.com/rvMa2If8eH
મુંબઈના રેનિસંસ હોટલમાં રોકાયેલા કોંગ્રેસ અને જનતા દળ (સેક્યૂલર)ના 10 બળવાઓર ધારાસભ્યોએ મુંબઈ પોલીસ કમિશ્નરને પત્રમાં જણાવ્યું કે તેમના જીવને ખતરો છે. જેથી હોટલની બહાર સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી અને સીનિયર કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને નથી મળવા માંગતા.